રાજકોટ / ગૂગલમાં ખોટું લોકેટ થતા 108ની ટીમ મોડી પડી, હવે પ્રિન્સિપલ સેક્રેટરી તપાસ કરશે

ભાઈના મૃત્યું બાદ પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા વિજય રૂપાણી - ફાઇલ તસવીર
ભાઈના મૃત્યું બાદ પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા વિજય રૂપાણી - ફાઇલ તસવીર

  • મુખ્યમંત્રીના પિતરાઈના ઘરે 108 મોડી પહોંચવા અંગે કલેક્ટરે રિપોર્ટ ઉપર મોકલ્યો
  • લોકેશન કન્ફર્મ કરવા 13 વખત ફોન કોલ કર્યાનો 108ની ટીમનો બચાવ

Divyabhaskar.com

Oct 10, 2019, 01:45 AM IST

રાજકોટઃ મુખ્યમંત્રીના પિતરાઇ ભાઇના મોત મામલે 108ની ટીમ 41 મિનિટ મોડી આવી તે અંગેના વિવાદ પછી કલેક્ટરે તપાસના આદેશ આપ્યા હતા. જે અંગેનો રિપોર્ટ કલેક્ટરને જિલ્લા આરોગ્ય અધિકારીએ સોંપ્યો છે. જેમાં મોદી સ્કૂલ પાસે સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર ખાતે જવાના બદલે ગૂગલ મેપમાં ખોટું લોકેટ થતા મોદી સ્કૂલ ઇશ્વરિયા 108ની ટીમ પહોંચી ગઇ હતી. બાદમાં મુખ્યમંત્રીના પિતરાઇના પરિવારજનોએ ફરી 108નો સંપર્ક કરતા બાદમાં 108 કોલ સેન્ટરની ટીમે કોન્ફરન્સ કોલ કરાવી સરનામું આપ્યું હતું. આ દરમિયાન 108ની ટીમ કન્ફર્મ કરવા 13 વખત ફોન કર્યા હોવાનો બચાવ કરી રહી છે, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઇ ચૂક્યું હતું અને મુખ્યમંત્રીના પિતરાઇનું મોત થઇ હતું.

વધુ તપાસ પ્રિન્સિપાલ સેક્રેટરી હેલ્થ વિભાગ કરશે
મુખ્યમંત્રીના પિતરાઇનાં મોતમાં 108ની ટીમ મોડી આવી હોવાના અહેવાલ બાદ તંત્રએ તપાસ શરૂ કરી હતી. કલેક્ટરે તપાસના આદેશ આપતા જિલ્લા આરોગ્ય અધિકારી ભંડેરીએ તપાસ રિપોર્ટ કલેક્ટરને આપ્યો છે. આ અંગે કલેક્ટરે જણાવ્યું હતું કે, તપાસમાં જ્યારે 6:40 કલાકે 108 કોલ સેન્ટરમાં પ્રથમ ફોન આવ્યો હતો ત્યારે મોદી સ્કૂલનું સરનામું આપ્યું હતું. 108ની ગાડી ગૂગલ લોકેશન પર ચાલતી હોય છે તેથી 108ની ગાડીએ ગૂગલ મેપમાં મોદી સ્કૂલ નાખતા ઇશ્વરિયા ગામ પાસે આવેલી સ્કૂલ લોકેટ થઇ હતી અને ગાડી ત્યાં પહોંચી ગઇ હતી. દરમિયાન 108ની ટીમે રિટર્ન કન્ફર્મ માટે મુખ્યમંત્રીના પિતરાઇના પરિવારજનોનો સંપર્ક કરવા લેન્ડલાઇન પર 13 વખત ફોન કર્યા હતા, પરંતુ કોઇ કારણોથી સંપર્ક થઇ શક્યો ન હતો. બાદમાં ફરી મુખ્યમંત્રીના પિતરાઇ ઘરેથી ફોન આવતા 108ની ગાડીના ચાલક સાથે કોન્ફરન્સ કોલથી સંપર્ક કરાવી આપ્યો હતો. હવે આ અંગે વધુ તપાસ પ્રિન્સિપાલ સેક્રેટરી હેલ્થ વિભાગ કરી રહ્યું છે.

તપાસ બાદ નક્કી થશે સોફ્ટવેરમાં અપડેટની જરૂર છે કે નહીં
મુખ્યમંત્રીના પિતરાઇના ઘરે 108 ગાડી મોડી પડવા અંગે જિલ્લા આરોગ્ય અધિકારીએ રિપોર્ટ આપી દીધો છે અને વધુ તપાસ હવે પ્રિન્સિપલ સેક્રેટરી હેલ્થ કરશે અને પગલાં પણ તેજ લેશે. 108ના સોફ્ટવેરમાં કોઇ અપડેટની જરૂર છે કે નહીં તે તપાસ બાદ નક્કી થશે. - રેમ્યા મોહન, જિલ્લા કલેક્ટર

X
ભાઈના મૃત્યું બાદ પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા વિજય રૂપાણી - ફાઇલ તસવીરભાઈના મૃત્યું બાદ પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા વિજય રૂપાણી - ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી