તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Kartarpur Corridor Is Made From Rajkot Hardware Product And Completed Within 40 Days

કરતારપુર કોરિડોર રાજકોટની હાર્ડવેર પ્રોડક્ટથી બન્યો, 40 દિવસમાં કામ પૂરૂ કર્યું હતું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઓર્ડરને પહોંચી વળવા કર્મચારીઓએ રાત-દિવસ કામ કર્યું
  • રાજકોટની કિચ આર્કિટેક્ચરલ કંપનીને ઓર્ડર મળ્યો હતો

રાજકોટ: ભારતમાં શીખોના ધર્મસ્થાન ડેરાબાબા નાનક સાહિબ અને પાકિસ્તાનના ગુરુદ્વારા દરબાર સાહિબને જોડતા કરતારપુર કોરિડોર રાજકોટની હાર્ડવેર પ્રોડક્ટથી બન્યો છે. તમામ પ્રોડક્ટનો ઓર્ડર 40 દી’માં જ પૂરો કરવામાં આવ્યો છે. કરતારપુર પ્રોજેક્ટ માટે મુખ્ય કોન્ટ્રાક્ટ શાપોરજી પાલોનજી ગ્રૂપને મળ્યો હતો અને તેમની સાથે રાજકોટની કિચ આર્કિટેક્ચરલ કંપની પણ જોડાઇ હતી.

રેલિંગ, હેન્ડલ, ડોર હેન્ડલ સહિતની પ્રોડક્ટ માટે ઓર્ડર મળ્યો હતો
રાજકોટની કિચ કંપનીને જ્યારે રેલિંગ, હેન્ડલ, ડોર હેન્ડલ સહિતની પ્રોડક્ટ માટે ઓર્ડર મળ્યો ત્યારે સમય ખૂબ જ ઓછો હતો. આમ છતાં કંપનીના કર્મચારીઓએ આ ઓર્ડરને પહોંચી શકાય તે માટે દિવસ રાત કામ કર્યું હતું. દોઢ કિમી સુધી લાંબો આ કોરિડોર છે. બરોડા ઈન્ટરનેશનલ એરપોર્ટ, દિલ્હી પાર્લામેન્ટમાં ઉપયોગી હાર્ડવેર પ્રોડક્ટનો ઓર્ડર પણ આ જ કંપનીને મળ્યો છે. તો મોરેશિયસમાં હાઈ કમિશનરનું બિલ્ડિંગ જે બન્યું છે તેમાં પણ આ જ કંપનીની પ્રોડક્ટનો વપરાશ કરવામાં આવ્યો છે. કોરિડોર પ્રોજેક્ટ અંગે વધુ માહિતી આપતા કિચ કંપનીના એમ.ડી. ભરત હપાણી જણાવે છે કે, આ ઓર્ડર ઈન્ડિયાની હદમાં છે તેના માટે જ મળ્યો છે. આ કોરિડોર ભારત અને પાકિસ્તાનને જોડશે અને જેમાં અમે માધ્યમ બન્યા છીએ તેનો અમને આનંદ છે. આ કોરિડોર એક શાંતિ અને સદભાવનાનું પ્રતીક પણ બનશે.

અન્ય સમાચારો પણ છે...