તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, વાદળછાયુ વાતાવરણ રહેશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • આજે પશ્ચિમથી પવનો આવશે
 • સવારે 9 થી 2 વાગ્યા સુધી 10થી 18 અને બપોરબાદ 8થી 10 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે

રાજકોટઃ મકરસંક્રાંતિના તહેવારે પતંગ ચગશે તેવો પવન આવશે કે નહીં તેની ચિંતા પતંગબાજોને સૌથી વધુ હોય છે. વહેલી સવારે જ અગાશી પર પહોંચી જાય છે અને પવન ન હોય તો આખા દિવસની મજા બગડે છે પણ આ વર્ષે એવું નહીં થાય, વહેલી સવારથી જ સારા પવનને કારણે પતંગો આસાનીથી ઉડાડી શકાશે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ચાલી રહી છે જેને કારણે વાદળો છવાયા છે પણ રાજકોટમાં વરસાદની કોઇ શક્યતા નથી પણ મંગળવારે છૂટક છૂટક વાદળો છવાયેલા રહેશે. આ ઉપરાંત સવારે 9થી 2 વાગ્યા સુધી 10 કિ.મી. પ્રતિ કલાકથી માંડીને 18 કિ.મી.ની ઝડપ સુધીનો પવન ફૂંકાશે. બપોર બાદ પવનની ગતિ અડધી થઈ જશે અને પછી 8 કે 10 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. દિવસ દરમિયાન ઠંડીનો પણ અહેસાસ ઓછો રહેશે કારણ કે ન્યૂનતમ તાપમાન 15 કરતા વધુ રહેશે તેમજ મહત્તમ તાપમાન પણ 25ની આસપાસ રહેશે. 

જામનગર પંથકમાં છાંટા પડી શકે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાન પલટો આવ્યો છે અને વરસાદ પડી શકે તેવી શક્યતા જણાવાઈ છે. જેા કે સૂત્રોના જણાવ્યા અનુસાર રાજકોટમાં વરસાદ કે છાંટા પડવાની કોઇ શક્યતા નથી. દરિયાકાંઠાના તેમજ જામનગર સહિતના વિસ્તારોમાં છૂટા છવાયા છાંટા પડી શકશે.

પશુ ચિકિત્સાલય નિ:શુલ્ક સેવા આપશે
સૌરાષ્ટ્ર પ્રાણી કલ્યાણ મંડળ સંચાલિત વિજય પ્લોટમાં આવેલા સ્વ.વિદ્યાબેન દીપચંદભાઈ ગાર્ડી પશુ ચિકિત્સાલયમાં મકરસંક્રાતિના દિવસે સવારે 8 થી 1 તથા સાંજે 4 થી 6.30 દરમિયાન ઘાયલ પશુ-પક્ષીઓની વિનામૂલ્યે સારવાર કરાશે.

ઉત્તરાયણમાં વીજ પુરવઠો જાળવવા ઈજનેરો-લાઈન સ્ટાફ સ્ટેન્ડ ટુ રહેશે
ઉત્તરાયણને દિવસે શહેરના મોટાભાગના વિસ્તારોમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાના બનાવ બનતા રહે છે. પતંગના દોરા ફસાઈ જવાને લીધે લાઈન ટ્રીપ થઇ જતી હોય છે ત્યારે પીજીવીસીએલ દ્વારા મંગળવારે વીજ કંપનીના ઈજનેરો અને લાઈન સ્ટાફ આખો દિવસ સ્ટેન્ડ ટુ રહેશે અને શહેરમાં જ્યાં જ્યાં વીજ પુરવઠો ખોરવાશે ત્યાં તુરંત જ વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. ઉત્તરાયણના એક દિવસ પહેલા વીજ કર્મીઓએ શહેરના કેટલાક ગીચ વિસ્તારોમાં જ્યાં વીજ અકસ્માતનો ભય રહે છે ત્યાં બેન્ડવાજા સાથે જાગૃતિ રેલી કાઢી હતી અને લોકોને ઉત્તરાયણની સુરક્ષિત ઉજવણી કરવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો