તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Education Minister Will Have To Raise The Concerns Of 1.5 Lakh Students Of External, By The 5th

શિક્ષણમંત્રીને એક્સટર્નલના 15 લાખ વિદ્યાર્થીઓની ચિંતા, 5મી સુધીમાં નિવેડો લવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઇલ તસવીર - Divya Bhaskar
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઇલ તસવીર
  • 30મીએ યુજીસીના ચેરમેન, કુલપતિઓ અને અધિકારીઓ સાથે બેઠક
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની મોટાભાગની વિશ્વવિદ્યાલયોએ યુજીસીના નિયમ મુજબ એક્સટર્નલ કોર્સને મંજૂરી આપી જ નથી, હવે થશે પ્રક્રિયા

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 2.80 લાખ એક્સટર્નલ વિદ્યાર્થીઓ સહિત રાજ્યની મોટાભાગની યુનિવર્સિટીઓના 15 લાખથી વધુ એક્સટર્નલ વિદ્યાર્થીઓની ડિગ્રી અમાન્ય ઠરે તેવી સંભાવનાના પગલે ‘દિવ્ય ભાસ્કર’  દ્વારા આ વિદ્યાર્થીઓના હિતમાં ઝુંબેશ ઉપાડવામાં આવી છે અને ગુજરાતની મોટાભાગની યુનિવર્સિટીઓમાં 2013ની સાલથી એક્સટર્નલ અભ્યાસક્રમ યુજીસીના ડિસ્ટન્સ એજ્યુકેશન બ્યૂરો(ડેબ)ની મંજૂરી વગર ચાલતો હોવાની હકીકત પ્રકાશમાં લાવવામાં આવી હતી ત્યારે શુક્રવારે રાજકોટની મુલાકાતે આવેલા રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 15 લાખથી વધુ એક્સટર્નલ વિદ્યાર્થીઓની ડિગ્રી અમાન્ય ન ઠરે તે માટે 30મી સપ્ટેમ્બરે યુજીસીના ચેરમેન, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને વાઇસ ચાન્સેલરો સાથે બેઠક યોજી આ પ્રશ્નનો નિવેડો લાવવામાં આવશે.

ઓડીએલ એક્ટ મુજબ ડિગ્રી અમાન્ય
યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન દ્વારા 2013માં ડિસ્ટન્સ એજ્યુકેશન કાઉન્સિલને પોતાની છત્રી હેઠળ સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેનું નવું નામ ડિસ્ટન્સ એજ્યુકેશન બ્યૂરો રાખવામાં આવ્યું હતું. જેમાં એક્સટર્નલ અભ્યાસક્રમોનો મોડ ચેન્જ કરી ડિસ્ટન્સ એજ્યુકેશન હેઠળ સમાવેશ કરવાની ગાઇડલાઇન આપવામાં આવી હતી. આમ છતાં મોટાભાગની યુનિવર્સિટીઓએ આ પ્રક્રિયા ન કરતા અને ડેબની મંજૂરી વગર એક્સટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખતા ઓડીએલ એક્ટ ઘડવામાં આવ્યો હતો અને તેની હેઠળ ડેબની મંજૂરી ફરજિયાત કરવામાં આવી હતી. આમછતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઉપરાંત રાજ્યની ગુજરાત યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી,વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, એસ.પી. યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટી, ભાવનગર યુનિવર્સિટી સહિતની મોટાભાગની યુનિવર્સિટીઓ દ્વારા એક્સટર્નલ અભ્યાસક્રમો ચાલુ રખાયા હતા. જેની ડિગ્રી અન્ય યુનિવર્સિટીઓ દ્વારા માન્ય રાખવામાં આવતી ન હોવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી હતી.

આ મામલે મહત્વની બેઠક બોલાવવામાં આવી
આ બાબતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યના 15 લાખથી વધુ એક્સટર્નલ અભ્યાસક્રમ કરનારા વિદ્યાર્થીઓની ડિગ્રી પ્રશ્ને રાજ્ય સરકાર ચિંતિત છે અને આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે. આ પ્રશ્નનો નિવેડો 15 લાખ વિદ્યાર્થીઓના હિતમાં આવે તે માટે યુજીસીના ચેરમેન ડો.ડી.પી.સિંધ, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ‌વાઇસ ચાન્સેલર ડો.નિતિન પેથાણી, ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણ સહિતનાની હાજરીમાં 30મીએ ગાંધીનગર ખાતે મહત્વની બેઠક બોલાવવામાં આવી છે.