તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કમિશનરે નિયમને પીલી નાખ્યો, પહેલા ચિચોડા પર પ્રતિબંધ, પછી મંજૂરી આપી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા પોલીસ જવાનો સાથે ઘર્ષણ થયું હતું - Divya Bhaskar
કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા પોલીસ જવાનો સાથે ઘર્ષણ થયું હતું
  • રાજકોટમાં કોંગ્રેસે કરેલા આશ્ચર્યજનક કાર્યક્રમનો અંતે પડઘો પડ્યો
  • ગંદકીનો મુદ્દો આગળ ધરી પ્રતિબંધ મૂક્યા પછી હવે વોર્ડ ઓફિસેથી મંજૂરી અપાશે

રાજકોટઃ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે 15 દિવસ પહેલા શહેરના મુખ્ય માર્ગો પર દબાણ દૂર કરવા માટે અભિયાન શરૂ કર્યું ત્યારે તેની સાથે શેરડીના ચિચોડા રોડ પર હોવાથી ગંદકી થઇ રહી છે તેમ કહી રસના ચિચોડા રોડ પર રાખવા પર પ્રતિબંધ મુક્યો હતો. બાદમાં કોંગ્રેસે આ પ્રતિબંધ હટાવવા રજૂઆત કરી હતી અને પ્રતિબંધ નહીં હટાવાય તો ધરણાંની ચીમકી ઉચારી હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગુરુવારે સવારે 11:30 કલાકે મનપાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ધરણાં કરતાં કમિશનરે પીછેહઠ કરી હતી અને 15 દિવસ પહેલા જ પોતે કરેલા નિર્ણયને ફેરવી તોડી ચિચોડાને રસ્તા પર રાખવાની મંજૂરી આપી દીધી.

વોર્ડ ઓફિસ પરથી પરમિશન લઇ શકાશે
મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, શહેરના માર્ગોની સ્વચ્છતા જળવાઇ રહે તેમજ માર્ગો પર વાહન વ્યવહારને અડચણ ન થાય તે પણ એટલું જ જરૂરી છે. આ તમામ બાબતોને નજર સમક્ષ રાખી મહાનગરપાલિકાએ શેરડીના રસના ચિચોડા ચલાવતા ધંધાર્થીઓને જાહેર માર્ગો પર ઊભા રહેવાને બદલે રોડની સાઇડમાં કોઇને નડતરરૂપ ન થાય તે રીતે ધંધો કરવાની અનુમતી આપવામાં આવશે. આ માટે જે તે વિસ્તારની વોર્ડ ઓફિસ પર વોર્ડ ઓફિસરનો સંપર્ક કરવાનો રહેશે.

પોલીસ સાથે ઝપાઝપી બાદ 6 કાર્યકર્તાની અટકાયત
મ્યુનિસિપલ કમિશનરે શહેરના મુખ્ય 48 રાજમાર્ગો પર રસના ચિચોડા રાખવાથી ગંદકી ફેલાતી હોવાથી પ્રતિબંધ મૂક્યો હતો. કમિશનરને પ્રતિબંધ હટાવી લેવા માટે આવેદનપત્ર આપ્યું હતું. પરંતુ કમિશનરે પ્રતિબંધ યથાવત રાખ્યો હતો. જેના પગલે કોંગ્રેસના કાર્યકરોએ ગુરુવારે સવારે રસના ચિચોડા સાથે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલઝોન કચેરી ખાતે આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો. જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા પોલીસ જવાનો સાથે ઘર્ષણ થયું હતું. પોલીસ છ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો