રાજકોટ / ટીમ ઇન્ડિયાને નાસ્તામાં ગાંઠિયા, થાઇ કરી સહિત 36 વ્યંજન પીરસવામાં આવશે

જમવાનું બનાવનાર શેફની તસવીર
જમવાનું બનાવનાર શેફની તસવીર

  • સોમવારે બંને ટીમ રાજકોટ આવી પહોંચશે

Divyabhaskar.com

Nov 03, 2019, 12:44 AM IST

રાજકોટઃ ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે એક વર્ષ પૂર્વે રમાયેલા ટેસ્ટ મેચ બાદ આગામી ગુરુવારે વધુ એક આંતરરાષ્ટ્રીય મેચ રમાવવાનો હોય સોમવારથી રાજકોટમાં ક્રિકેટ ફીવર છવાશે. તા.7ના રોજ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ પર ભારત-બાંગ્લાદેશ વચ્ચે બીજો ટી-20 મેચ રમાવવાનો છે. ટીમ ઇન્ડિયા અને બાંગ્લાદેશની ટીમ સોમવારે ખાસ પ્લેન મારફતે રાજકોટ આવી પહોંચશે. પ્રવાસી ટીમ બાંગ્લાદેશ ઇમ્પિરિયલ પેલેસમાં રોકાણ કરશે.

અલગથી કર્મચારીઓ ફાળવાયા
જ્યારે નવોદિત ખેલાડીઓ વાળી ટીમ ઇન્ડિયા દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટેલમાં રોકાણ કરશે. ત્રીજી વખત આ હોટેલની મહેમાનગતિ માણતી ટીમ ઇન્ડિયાને આવકારવા થનગની રહ્યાં છે. હોટેલના ફૂડ અને બેવરેજિસ મેનેજર કરનવીરસિંઘ ચૌહાણે વિગત આપતા કહ્યું કે, ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે હોટેલની 45 રૂમ બુક કરવામાં આવી છે. રાજકોટ આવી રહેલા ખેલાડીઓનું પરંપરાંગત રીતે સ્વાગત કરવામાં આવશે. ખેલાડીઓ માટે હોટેલમાં જ સ્વિમિંગ પૂલ અને જિમની સુવિધા ખાસ ઉપલબ્ધ કરાઇ છે. ખેલાડીઓને કોઇ અગવડતા ન પડે તે માટે હોટેલમાં અલગથી કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી છે.

ટીમ ઇન્ડિયાને સાદુ ભોજન અપાશે
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓના ભોજનમાં ગ્રીન વેજિટેબલ ઉપર વધુ ભાર મુકવામાં આવશે. તેલનો સાવ ઓછો ઉપયોગ કરવામાં આવશે. તેમજ મસાલા અને તીખાશ વગરનું સાદું ભોજન પીરસવામાં આવશે તેમ અહીંની હોટેલમાં છેલ્લા દોઢ વર્ષથી કામ કરતા મૂળ ઉતરાંચલના એક્ઝિક્યુટિવ ચીફ સેફ અમિતસિંઘ પરષોડાએ જણાવ્યું છે.

રોહિત શર્મા માટે એક્ઝિક્યુટિવ સ્યૂટ
ભારતીય ટીમના સુકાની રોહિત શર્મા માટે અલાયદા રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. એક્ઝિક્યુટિવ સ્યૂટ રૂમમાં ઇન્ટરનેટ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. અગાઉ વિરાટ કોહલી અને મહેન્દ્રસિંઘ ધોની એક્ઝિક્યુટિવ સ્યૂટ રૂમની મહેમાનગતિ માણી ચૂક્યા છે.

X
જમવાનું બનાવનાર શેફની તસવીરજમવાનું બનાવનાર શેફની તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી