રાજકોટની જસાણી અને વિરાણી સ્કૂલમાં માતા-પિતાનું પૂજન કરી વેલેન્ટાઇન ડેની ઉજવણી, એક બાળા પિતાને ભેટીને રડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માતા-પિતાનું પૂજન કરી વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવી - Divya Bhaskar
માતા-પિતાનું પૂજન કરી વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવી
  • વિરાણી સ્કૂલના વિદ્યાર્થીઓ 400 કિલો ઘઉંના લોટના લાડુનો પ્રસાદ ગાયોને જમાડશે

રાજકોટ: આજે વેલેન્ટાઇન ડે છે ત્યારે શહેરની જસાણી અને વીરાણી સ્કૂલમાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ગોંડલ રોડ પર આવેલી જસાણી સ્કૂલમાં વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાને ખુરશી પર બેસાડી આરતી ઉતારી પૂજન કર્યું હતું. આ પ્રસંગે એક બાળા લાગણીશીલ બની ગઈ હતી અને પોતાના પિતાને ભેટીને રડી પડી હતી. માતા-પિતાએ સાંત્વના આપી શાંત કરી હતી. 

વિરાણી હાઇસ્કૂલનું પ્રેરણાદાયી કાર્ય 
જસાણી સ્કૂલની જેમ વિરાણી હાઇસ્કૂલમાં પણ વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાનું પૂજન કરી વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી હતી.  બાદમાં જય માતાજી અબોલ જીવ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી વિરાણી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ગાયોને 400 કિલો ઘઉંના લોટનાં લાડુનો પ્રસાદ જમાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...