તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બહેનપણીના પતિએ નગ્ન ફોટા પાડી ગોવા-મેંગ્લોર લઇ જઇ દુષ્કર્મ આચર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • વાંકાનેરમાં નોકરી પર આવતી 15 વર્ષની સગીરાને કેફી પીણું પીવડાવી માલિકે દુકાનમાં જ દુષ્કર્મ આચર્યું

રાજકોટ/ વાંકાનેર: રાજકોટની ભાગોળે પરાપીપળીયા ખાતે રહેતી એક પરિણીતાએ અગાઉ તેના પાડોશમાં રહેતા મૂળ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના માલગામના હાર્દિક સોસા નામના આહીર શખ્સ સામે યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં જણાવ્યું હતું કે હાર્દિક પરિણીત છે તેની પત્ની ફરિયાદી મહિલાની બહેનપણી હોવાથી બંને પાડોશી હોય જેથી હાર્દિક સાથે સંપર્ક થયો હતો અને બંને વચ્ચે મિત્રતા થતા હાર્દિકે મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી અને એકાદ વર્ષ પહેલા હાર્દિકે ફરિયાદી મહિલાને ફોન કરીને ધમકી આપી એસઆરપી કેમ્પ રોડ ઉપર આવેલ વર્ધમાન વીલા નામના એપાર્ટમેન્ટમાં તેના મિત્રના ફ્લેટમાં મહિલાને બોલાવી હતી. જેથી મહિલા ત્યાં જતા તેણી સાથે બળજબરી કરી પરાણે દુષ્કર્મ આચરી તેણીના નગ્ન ફોટા પાડી લીધી હતા. ત્યારબાદ પોતે અવારનવાર ફોટા વાઇરલ કરી નાખવાની ધમકી આપતો હતો અને આ જ ધમકી આપી ગત તારીખ 11 જૂનથી 25 જૂન વચ્ચે મહિલાને પરાણે ગોવા અને મેંગ્લોર લઇ ગયો હતો ત્યાં પણ મારી નાખવાની ધમકી આપી તેણી ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું અને આ અંગે કોઈને કહેશે તો ફોટા વાઇરલ કરીને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ અંગે ફરિયાદ નોંધાવતા યુનિવર્સીટી પીઆઇ આર વાય રાવલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બરવાડીયા સહિતના સ્ટાફે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરમાં 15 વર્ષની સગીરા પર દુકાનદારે દુષ્કર્મ આચર્યું
વાંકાનેરમાં પરિણીત દુકાનદારે સગીર વયની નોકરીયાત યુવતી પર કેફી પીણું પીવડાવી દુકાનમા જ દુષ્કર્મ આચર્યાની સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. રવિવારે સાંજે સગીરાને ફોન કરી બોલાવી ઠંડાપીણામા બેહોશ કરવાનું કેફી દ્વવ્ય ભેળવતા સગીરા બેભાન થઈ ગયા બાદ દુકાનદાર આરોપી વસીમ કાઝી દ્વારા દુકાનમાં જ દુષ્કર્મ કર્યાની તથા ભાનમા આવ્યા પછી આરોપીની પત્ની મેહરીન વસીમ કાઝીએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ યુવતીના પિતાએ શહેર પોલીસ મથકે નોંધાવામાં આવી છે. 

સગીરાને ફોન કરી દુકાને બોલાવી હતી
વાંકાનેરના મેઈન બજારમાં આવેલ પંખેરા ડ્રેસીસના માલિક વસીમ કાઝીએ તેમની દુકાનમાં કામ કરતી પંદર વર્ષની સગીરા પર દુકાનમાં જ દુષ્કર્મ કર્યાની ઘટના બનતા શહેરમા હાહાકાર મચી જવા પામ્યો છે. ફરિયાદીની સગીર વયની પંદર વર્ષની દીકરી પર આરોપી વસીમ કાઝીએ શહેરની મેઈન બજારમાં આવેલી પંખેરા નામની લેડીઝ ગારમેન્ટસની દુકાનમાં નોકરી કરતી હોય ગઈકાલે આરોપીએ ફોન કરી ફરિયાદીની સગીર વયની દીકરીને દુકાને બોલાવી બેહોશ કરે તેવું પીણું કોલ્ડ્રિંક્સમાં ભેળવી પીવડાવી બેભાન કરી દુષ્કર્મ કરી હુમલો કર્યો હતો. તેમજ આરોપીની પત્ની મેહરીન વસીમ કાઝીએ ભોગ બનનાર સગીરાને માર માર્યો હતો. જ્યારે સગીરા ભાનમાં આવતા જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ 376(2) એચ.આઈ., 328, 323, 504, 506(2) તેમજ પોસ્કો એક્ટ કલમ 3એ, 4, 16 મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ વાંકાનેર સીટી પીઆઈ એચ. એમ. રાઠોડ ચલાવી રહ્યા છે. વસીમ સામેથી પોલીસ સ્ટેશનમાં હાજર થશે તેવું તેના પિતાએ જણાવ્યું છે.

(મુકેશ પંડ્યા, વાંકાનેર)

અન્ય સમાચારો પણ છે...