કરૂણતા / રાજકોટમાં PSIના હાથે મોતને ભેટેલા યુવકની પત્નીને 3 માસનો ગર્ભ, કહ્યું- ચાવડાને મારી સામે લાવો, બહેને ખોળો પાથરી ભાઇની ભીખ માંગી

મૃતક હિમાંશુની પત્ની ઇશાબેન અને બહેને ખોળો પાથરી પોલીસ પાસે ભાઇની ભીખ માંગી
પરિવારજનો પીએમ રૂમ પર જ ધરણા પર બેસી ગયા
પરિવારજનો પીએમ રૂમ પર જ ધરણા પર બેસી ગયા

  • આજે મારા મા-બાપનું કોણ, મારો ભાઇ પરિવારનો આધારસ્તંભ હતો: હિમાંશુની બહેન

Divyabhaskar.com

Jan 16, 2020, 12:58 PM IST

રાજકોટ: બુધવારે શહેરના એસટી બસસ્ટેશનની પોલીસ ચોકીમાં સર્વિસ રિવોલ્વરનું કવર બદલતી વખતે પીએસઆઇ પી.પી. ચાવડાથી ફાયરીંગ થતા સ્પા સંચાલક હિમાંશુ ગોહેલેન કપાળમાં ગોળી વાગવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હિમાંશુનો પરિવાર સિવિલ હોસ્પિટલમાં લાશ સ્વીકારવા તૈયાર નહોતો. કરૂણતા એ છે કે, હિમાંશુની પત્ની ઇશાબેનને પેટમાં ત્રણ માસનો ગર્ભ છે. સગર્ભા પત્ની પતિની હત્યા થઇ છે તેવી બૂમો પાડી હતી. ઇશાબેને DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પીએસઆઇ ચાવડાને ગમે ત્યાંથી લઇ આવો તે મારી સામે જોઇએ. રાજકોટના પોલીસ કમિશનર મારી સામે જોઇએ. જ્યારે બહેને પોલીસ સમક્ષ ખોળો પાથરી ભાઇની ભીખ માંગી હતી.

પીએમ રૂમ પર પરિવારજનોના ધરણાં

સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ પર મોટી સંખ્યામાં પરિવારજનો ઉમટી પડ્યા હતા અને મહિલાઓ આક્રંદ કર્યું હતું. પત્નીએ એક જ જીદ પકડી હતી કે ચાવડાને ગમે ત્યાંથી લઇ આવો મારી સામે જોઇએ. હિમાંશુની બહેન ચોધાર આંસુએ રડી હતી અને કહ્યું હતું કે મારો ભાઇ જતો રહ્યો, બધાને બહેનો હોય છે. તમારે પણ ભાઇ હશે. જેનો ભાઇ જાયને તેને ખબર હોય છે. આજે મારો ભાઇ ગયો છે. મારા મા-બાપનું કોણ. મારો ભાઇ પરિવારનો આધારસ્તંભ હતો.

X
પરિવારજનો પીએમ રૂમ પર જ ધરણા પર બેસી ગયાપરિવારજનો પીએમ રૂમ પર જ ધરણા પર બેસી ગયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી