ચોમાસું / જામખંભાળિયામાં આભ ફાટ્યું, 2 કલાકમાં સાડા 6 ઈંચ, રાજકોટ, અમરેલી અને ઉનામાં ધીમીધારે વરસાદ

દિવમાં મેઘરાજાની જમાવટ
દિવમાં મેઘરાજાની જમાવટ
રાજકોટમાં ધીમીધારે વરસાદ
રાજકોટમાં ધીમીધારે વરસાદ
અમરેલીમાં કાર પાણીમાં તણાઈ
અમરેલીમાં કાર પાણીમાં તણાઈ

  • રાજકોટમાં કાળા ડિબાંગ વાદળો અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ

Divyabhaskar.com

Sep 12, 2019, 11:09 AM IST

રાજકોટ:સમગ્ર સૌરાષ્ટ્રમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ થયો છે.ત્યારે જામનગરના જામખંભાળિયામાં છેલ્લા 2 કલાકમાં સાડા 6 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે. જામનગર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં 8થી 13 ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. ત્યારે આજે ફરી જામખંભાળિયામાં સાડા 6 ઈંચ વરસાદ પડતાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. બીજી તરફ રાજકોટ, અમરેલી અને ઉનામાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. જ્યારે જૂનાગઢમાં આજે 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે વરસાદ
રાજકોટમાં કાળા ડિબાંગ વાદળો અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. જ્યારે દિવ પંથકમાં પણ ધીમીધારે વરસાદ શરૂ થતાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. બીજી તરફ અમરેલીનાં વડિયાનાં બરવાળા બાવળ ગામમાં આવેલા એક પુલ પરથી પસાર થતી કાર પાણીમાં તણાઇ ગઇ હતી. જોકે સ્થાનિકોએ આ દુર્ઘટના જોતા કાર અને તેમા બેઠેલા લોકોને બચાવવા આવી ગયા હતાં. સ્થાનિકોએ ઘણી જહેમત બાદ કારમાં બેઠેલા ચાર જણનો આબાદ બચાવ કરી લીધો છે.

અમરેલીનો ઘાતરવડી ડેમ-1 ઓવરફ્લો
અમરેલી અને રાજુલા પંથકમાં પણ મેઘરાજાનું આગમન થયું છે. વરસાદને પગલે ઘાતરવડી ડેમ નંબર 1 ઓવરફ્લો થયો છે. રાજુલાનાં છતડીયા રોડ પર સૂર્યા બંગલોજ, મનમંદિર રેસિડેન્ટ, બજરંગ રેસિન્ડ સહિત નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. નગરપાલિકા દ્વારા પાણી નિકાલની કામગીરી નહીં થતા પાણી ભરાયું છે. તો બગસરાનાં કાગદડી, સમઢીયાળા, હામાપુર ગામ સહિતના તાલુકામાં વરસાદ વરસતા સ્થાનિક નદી નાળા છલકાઈ ગયા છે. આ સાથે જ ખારી નદીમાં પુર આવતા લોકો પુર જોવા ઉમટી પડ્યાં છે.

(જયેશ ગોંધીયા, ઉના/ જયદેવ વરૂ અમરેલી)

X
દિવમાં મેઘરાજાની જમાવટદિવમાં મેઘરાજાની જમાવટ
રાજકોટમાં ધીમીધારે વરસાદરાજકોટમાં ધીમીધારે વરસાદ
અમરેલીમાં કાર પાણીમાં તણાઈઅમરેલીમાં કાર પાણીમાં તણાઈ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી