કમોસમી વરસાદ / રાજકોટ, જામનગરમાં ધીમી ધારે, જેતલસર, જૂનાગઢ સહિત મોરબીમાં ધોધમાર વરસાદ, દોઢ ઇંચથી વધુ વરસાદ વરસ્યો

જેતલસરમાં ધોધમાર વરસાદ પડ્યો

  • મગફળી અને કપાસના પાકને નુકસાનની ભીતિ 

Divyabhaskar.com

Oct 29, 2019, 09:08 PM IST

રાજકોટ: હવામાન વિભાગની આગાહીને પગલે રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ગઇકાલે પડધરી પંથકમાં વરસાદ પડ્યો હતો ત્યારે આજે જેતપુરના જેતલસર ગામે અને જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ સાથે મોરબી જિલ્લામાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.

રાજકોટમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ
રાજકોટમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જેતપુર તાલુકામાં નોંધાયો છે.
શહેરમાં સાંજના 4 વાગ્યાથી છૂટો છવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. જેમાં 37 મિમી જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પડધરીમાં 19 મિમી અને જામકંડોરણામાં 8 મિમી વરસાદ નોંધાયો છે.

તો આ તરફ રાજકોટ નજીક આવેલ તરઘડી ગામમાં પણ પવન સાથે વરસાદ પડ્યો હતો. આ સિવાય જામનગરમાં પણ પવન સાથે વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થઇ ગયા છે. તેમજ ભાઇબીજના દિવસે જ રાજકોટ શહેરમાં ધીમી ધારે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. વરસાદથી ખેડૂતોમાં ચિંતા વધી છે. મગફળી અને કપાસના પાકને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોની પડ્યા પર પાટુ સમાન સ્થિતિ જોવા મળી રહી છે.

રાજકોટ શહેરમાં વરસાદ

રાજકોટ શહેરની વાત કરીએ તો 150 ફૂટ રિંગ રોડ, મોરબી રોડ, કાલાવડ રોડ, ઢેબર રોડ, યાજ્ઞીક રોડ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. ભાઇબીજના દિવસે જ વરસાદ આવતા સગા સ્નેહીઓના ઘરે ગયેલા લોકો વચ્ચે જ ફસાયા હતા.

(અતુલ મહેતા, જૂનાગઢ)

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી