તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

‘સ્લિપી રાજકોટ’, બપોરે હવે વેપારીઓ જાગે છે, લોકો ઉંઘે છે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર
  • રાજકોટ બપોરે ઉંઘે નહીં એ માટે 25 વર્ષ પહેલા અભિયાન શરૂ થયું હતું

નિહિર પટેલ, ધારા નગેવાડિયા, રાજકોટઃ રાજકોટવાસીઓ તેમની બપોરે સૂઈ જવાની ટેવ માટે જાણીતા છે. દાયકાઓથી રાજકોટમાં આ પ્રથા ચાલતી આવી છે. છેલ્લા ઘણા વર્ષોથી શહેરમાં આ પ્રથાને તિલાંજલી આપવાના પ્રયાસો થઈ રહ્યા છે. વેપારીઓ બપોરે સુવાના બદલે દુકાનો ખુલ્લી રાખે એ માટે 1995માં ‘સમય કો બદલ ડાલો’ ઝુંબેશ શરૂ થઈ હતી. જેમાં માત્ર 1000 વેપારીઓ જોડાયા હતા. આજે વેપારીઓનો અભિગમ બદલાયો છે. શહેરની ઘણી બજારો હવે બપોરે પણ ખુલ્લી રહે છે પણ બપોરે 1થી 4માં લોકો ખરીદી કરવાનું ટાળે છે. આરબીએના પૂર્વ પ્રમુખ હિતેષ બગડાઈએ કહ્યું હતું કે, બિઝનેસ 1થી 4 બંધ રાખવાથી ગ્રાહકો બીજો ડાઇવર્ટ થતા હતા. આ ઉપરાંત વ્યવસાય સ્થળ અને ઘર વચ્ચે અંતર વધી જવાથી પણ પરિવર્તન આવ્યું છે.

ઉનાળામાં અસહ્ય ગરમીના લીધે બપોરે ઉંઘવાની પ્રથા શરૂ થઈ હતી 
ઊંઘ માટે જાગૃતિનું કામ કરતી વૈશ્વિક સંસ્થા સ્લીપ ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર જે દેશોમાં ઉનાળામાં આકરી ગરમી હોય છે ત્યાં બપોરે સુવાની પ્રથા છે.  રાજકોટની વાત કરીએ તો વર્ષો પહેલા સૌરાષ્ટ્રભરમાં ખેતી જ મુખ્ય વ્યવસાય હતો ઉનાળામાં પડતા ભીષણ તડકા તેમજ પાણીની અછતને કારણે લોકોએ તડકે પરેશાન થવાને બદલે આરામ કરવાનો જ નિર્ણય લીધો હતો જે હજુ બરકરાર છે. 

ચીનમાં બપોરની ઉંઘ બંધારણીય અધિકાર 
ચીનમાં કામદારો ટેબલ પર જ માથું ટેકવીને 20 મિનિટ જેટલી ઊંઘ ખેંચી લે છે તેમજ આ ઊંઘ તેમનો બંધારણીય હક પણ છે.  ઈટલીમાં બપોરની ઊંઘને રિપોસો કહે છે જે સમય 1.30થી 4 વાગ્યાનો હોય છે. 

‘હવે આખો ટ્રેન્ડ બદલાયો, બધી બજારો ખુલ્લી રહે છે’
હવે બપોરે 1થી 4 દુકાન બંધ રાખવાનો ટ્રેન્ડ બદલાયો છે. બધી બજારો રાબેતા મુજબ ખુલ્લી રહે છે. નવી પેઢી જ્યારથી વેપાર ઉદ્યોગમાં જોડાઈ છે ત્યારથી પરિવર્તન આવ્યું છે. - વી.પી.વૈષ્ણવ, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ

વામકુક્ષિ આરોગ્ય માટે ફાયદાકારક 
વામકુક્ષિ એટલે ડાબે પડખે આડા પડવું એ સંસ્કૃત શબ્દ છે. આયુર્વેદ મુજબ બપોરના ભોજન પછીના સમયમાં અડધો કલાક જેટલા સમય માટે આડા પડવું તેને વામકુક્ષી કહેવાય છે. જમ્યા પછી હોજરીને વધારે રક્તની જરૂર પડે છે. વામકુક્ષિ કરવાથી હોજરીને જોઇતા પ્રમાણમાં રક્ત મળી રહે છે તેમ જ પાચક રસો પણ ઝરે છે. એટલું જ નહીં વામકુક્ષિથી મગજને પણ આરામ મળે છે.  

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો