તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ગોંડલમાં ભાઇની બંને કિડની સંકોચાતી હોય બહેને પોતાની કિડનીનું દાન કરી વીરાને જિંદગીની ભેટ આપી

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભાઇ મનસુખભાઇ અને બહેન ગીતાબેન (ફાઇલ)
  • 21 વખત ડાયાલિસિસ કરાવવા છતાં પણ કોઈ પરિણામ હાથ આવ્યુ નહોતું
  • હાલ ભાઈ-બહેન અમદાવાદની સેલ્વી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં સારવાર હેઠળ

ગોંડલ: ગોંડલના ભગવતપરામાં રહેતા પાતર પરિવાર પર એકાએક મુશ્કેલીના વાદળો છવાયા હતા. નાના પુત્ર મનસુખભાઇની કિડની સંકોચાઈ જતા પરિવાર દુઃખી થયો હતો ત્યારે આ કપરી પરિસ્થિતિમાં મોટી બહેન ગીતાબેને નાના ભાઈને કિડનીનું દાન કરી નવજીવન બક્ષતા સમાજને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મનસુખભાઇ પીજીવીસીએલમાં ફરજ બજાવે છે
ગોંડલના ભગવતપરામાં રહેતા પીજીવીસીએલના કર્મચારી મનસુખભાઈ પાલાભાઈ પાતર (ઉં.વ. 36) એકાએક નાદુરસ્ત થવા લાગતાં તેના મોટા બહેન ગીતાબેને અને પરિવારે ચિંતા વ્યક્ત કરી ભાઈને સારવાર લેવા જણાવ્યું હતું. દરમિયાન મનસુખભાઈની બંને કીડનીઓ સંકોચાતી હોવાનું બહાર આવતા પરિવાર પર મુશ્કેલીના વાદળો ઘેરાઇ ગયા હતા.21 વખત ડાયાલિસિસ કરાવવા છતાં પણ કોઈ પરિણામ હાથ ન આવતા આખરે ગીતાબહેને નાનાભાઈને કિડનીનું દાન કરી નવજીવન બક્ષ્યું છે, હાલ બંને ભાઈ-બહેન અમદાવાદ ખાતે આવેલ સેલ્વી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

ભાઇની સુરક્ષા કરી સમાજને પ્રેરણા આપી
ગોંડલની આ દીકરીએ ભાઈને કિડનીનું દાન કરી ભાઈની સુરક્ષા કરી સમાજને પ્રેરણા આપી છે. આ ઉપરાંત આજીવન ભાઈ અને માતા સાથે રહી ભાઈઓની મુશ્કેલીમાં હંમેશા ઢાલ બની આગળ રહેવાનું પણ જણાવ્યું છે. ગોંડલ શહેરમાં ધારાશાસ્ત્રીનું કામ કરતા દિનેશભાઈ પાતરે જણાવ્યું હતું કે અમારા બે ભાઈઓના પરિવારમાં મનસુખભાઈ નાના છે પરિવારના એકસંપને લઈ આર્થિક સમસ્યાનું નિરાકરણ કરી નાખ્યું હતું. પરંતુ અમારી બહેનના કિડનીના દાનની સામે આર્થિક દાન પણ 1001 ટકા નાનું જ કહેવાય. બહેનનું આ દાન કોઈ દિવસ એળે નહીં જાય તેનું અમે બંને ભાઈઓ પણ વચન આપીએ છીએ. પ્રવર્તમાન યુગમાં મીલકત માટે સગા ભાઇ-બહેન પણ ક્યારેક સામ-સામા આવી જતા હોય છે ત્યારે આ બહેને ભાઇ માટે આપેલો ભોગ સમાજ માટે ચોક્કસપણે પ્રેરણારૂપ બની રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો