શરીર સુખની માગણી કરતી કથિત ઓડિયોક્લિપથી સસ્પેન્ડ પ્રોફેસર હરેશ ઝાલા સામે પોલીસ ફરિયાદ નોંધાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાતીય સતામણી નિવારણ કમિટી દ્વારા પ્રોફેસર હરેશ ઝાલાને ક્લીનચિટ પણ આપવામાં આવી છે (ફાઇલ તસવીર) - Divya Bhaskar
જાતીય સતામણી નિવારણ કમિટી દ્વારા પ્રોફેસર હરેશ ઝાલાને ક્લીનચિટ પણ આપવામાં આવી છે (ફાઇલ તસવીર)
  • ઝાલા સામે નિવૃત્ત જજને તપાસ સોંપી તેની ઓડિયો ક્લિપનું FSL કરાવવા નિર્ણય કરાયો છે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સોશિયોલોજી ભવનના વડા ડો.હરેશ ઝાલા સામે તપાસના મુદ્દે એન્ટિ વુમન્સ સેક્સ્યૂઅલ હેરેસમેન્ટ સેલ પાણીમાં બેસી ગયા બાદ ગત બુધવારે સિન્ડિકેટે પ્રથમ વખત પજવણીના કિસ્સામાં પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો છે. આથી આજે એક અઠવાડિયા પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પ્રોફેસર હરેશ ઝાલા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ તેવી શક્યતા છે. તેમજ ડો.ઝાલા સામે નિવૃત્ત જજને તપાસ સોંપી તેની ઓડિયો ક્લિપનું FSL કરાવવા નિર્ણય કરાયો છે. 

ઓડિયોક્લિપનું FSL કરવામાં આવશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જાતીય સતામણી નિવારણ કમિટી દ્વારા પ્રોફેસર હરેશ ઝાલાને ક્લીનચિટ પણ આપવામાં આવી છે તો બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગત અઠવાડિયે મળેલ સિન્ડિકેટની બેઠકમાં પ્રોફેસર હરેશ ઝાલા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જે અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પ્રોફેસર હરેશ ઝાલા વિરુદ્ધ શહેર પોલીસ કમિશનરની કચેરીમાં આવેલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા સમગ્ર મામલે વાયરલ થયેલા ઓડિયો ક્લિપ પણ સાઇબર ક્રાઇમને સોંપવામાં આવશે તો આગામી સમયમાં આ ઓડિયો ક્લિપની ખરાઈ કરવા માટે તેને FSLમાં પણ મોકલવામાં આવશે. ફરિયાદ નોંધાયા બાદ સાયબર ક્રાઇમના અધિકારીઓ દ્વારા પ્રોફેસર હરેશ ચાલુ નિવેદન પણ નોંધવામાં આવશે. તો સાથે જ FSL રિપોર્ટ આવ્યા બાદ જ સાઇબર ક્રાઇમ પ્રોફેસર હરેશ ઝાલાની ધરપકડ કરવી કે કેમ તેનો નિર્ણય કરશે. 

અન્ય સમાચારો પણ છે...