તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Saurashtra University Losing 'A' Grade Will Now Write The Third Cycle In The Marksheet

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ‘એ’ ગ્રેડ ગુમાવતા હવે માર્કશીટમાં થર્ડ સાઇકલ લખાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
‘એ’ ગ્રેડ ગુમાવ્યા બાદ સત્તાધીશોએ નવેસરથી નેકમાં અરજી માટે કવાયત શરૂ કરી છે (ફાઇલ તસવીર) - Divya Bhaskar
‘એ’ ગ્રેડ ગુમાવ્યા બાદ સત્તાધીશોએ નવેસરથી નેકમાં અરજી માટે કવાયત શરૂ કરી છે (ફાઇલ તસવીર)
 • માર્કશીટ અને ડિગ્રીઓમાં હવે એ ગ્રેડની જગ્યાએ થર્ડ સાઇકલ લખાયને આવશે

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ‘એ’ ગ્રેડ ગુમાવ્યા બાદ સત્તાધીશોએ નવેસરથી નેકમાં અરજી માટે કવાયત શરૂ કરી છે. હાલમાં ‘એ’ ગ્રેડ ન હોય તો માર્કશીટમાં શું લખવામાં આવશે તેવા સવાલ કુલપતિ ડો. નીતિન પેથાણીને પૂછવામાં આવ્યા હતા. જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની માર્કશીટ અને ડિગ્રીમાં થર્ડ સાઇકલ લખવું તેવો નિર્ણય કરાયો છે. આથી આગામી માર્ચ-એપ્રિલ 2020માં પરીક્ષા આપનારા 2.25 લાખ વિદ્યાર્થીઓની માર્કશીટ અને ડિગ્રીઓમાં હવે એ ગ્રેડની જગ્યાએ
થર્ડ સાઇકલ લખાયને આવશે.

ડો.ઝાલાની ક્લિપની તપાસ માટે રૂપિયા 7 હજારનો ખર્ચ થશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સત્તાધીશોની આંતરિક હુંસાતુંસીના કારણે મહત્વની કામગીરીઓ લાંબા સમયથી ટલ્લે ચડી રહી છે. અર્થશાસ્ત્ર ભવનના એસોસિએટ પ્રોફેસર ડો.રાકેશ જોશીના FSLનો પ્રશ્ન હજુ ઉકેલ્યો નથી. ત્યારે યુનિવર્સિટીને પત્ર લખી હરેશ ઝાલાની ઓડિયો ક્લિપની ફોરેન્સિક તપાસ માટે રૂ.7 હજાર ભર‌વા જણાવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સોશિયોલોજી ભવનના વડા ડો.હરેશ ઝાલાની Ph.D કરવા માગતી વિદ્યાર્થિની પાસે શરીરસુખની માગણી કરતી ઓડિયો ક્લિપ વાઇરલ થયા બાદ સત્તાધીશોએ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી નાખ્યા હતા. ત્યારબાદ તેમની સામે સાયબર ક્રાઇમમાં જાણવા જોગ ફરિયાદ કરી ઓડિયો ક્લિપની ફોરેન્સિક તપાસ માટે માગણી કરી હતી. જેના અનુસંધાને સાયબર ક્રાઇમ સેલે ઓડિયો ક્લિપ ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી હતી. જેની તપાસ માટે હવે યુનિવર્સિટી રૂ.7000 જમા કરાવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો