તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌરાષ્ટ્રમાં પતંગરસિકોમાં ઉત્સાહ જોવા મળ્યો, રાજકોટીયનોએ કાપ્યો છેની ચિચિયારી કરી પતંગ ચગાવ્યા, બેને દોરી વાગવાથી ઇજા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાંયરામ દવેએ પતંગ ઉડાડી - Divya Bhaskar
સાંયરામ દવેએ પતંગ ઉડાડી
 • શહેરના પ્રખ્યાત બાલાજી હનુમાન મંદિરમાં પતંગ-દોરાનો શણગાર, ભાવિકો દર્શન માટે ઉમટ્યા

રાજકોટ: રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે ઉત્તરાયણની ઉજવણી થઇ રહી છે. સવારે આઠ વાગ્યા સુધી પવન નહીંવત હતો પરંતુ બાદમાં પવનની ગતિ વધતા પતંગરસિકોમાં ઉત્સાહ આવ્યો હતો અને ચિચિયારીઓ સાથે પતંગ ઉડાડી રહ્યા છે. રાજકોટમાં હાસ્ય કલાકાર સાંઇરામ દવેએ પતંગ ઉડાડી હતી. શહેરના ચોકે ચોકે બલૂન વેચાઇ રહ્યા છે. શહેરમાં કોઠારીયા રોડ અને કાલાવડ રોડ પર બપોર સુધીમાં દોરી વાગવાથી એક 18 વર્ષીય યુવતી અને એક યુવકને ઇજા પહોંચી હતી. બંને 108 મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. 

ડીજેના તાલે રાસ-ગરબા અને ચીકી, જીંજરાની જીયાફત
ઉત્તરાયણ પર્વ હોય રાજકોટવાસીઓ અગાસી પર ચડી ગયા છે અને સાથે ડીજેના તાલે રાસ-ગરબા પણ લેવાય રહ્યા છે. રંગબેરંગી પતંગોથી આકાશ છવાઇ ગયું છે. પતંગ ઉડાવવાની સાથે લોકો આગાસી પર જ ચીકી, શેરડી, જીંજરાની જીયાફત માણી રહ્યા છે પવનનો સાથ મળતા ઠેર ઠેર અગાસીઓ પતંગરસિકોથી જોવા મળી રહી છે. 

બાલાજી હનુમાન મંદિરમાં પતંગ-દોરાનો શણગાર
શહેરના પ્રખ્યાત બાલાજી હનુમાન મંદિરમાં હનુમાન દાદાને પતંગ દોરાનો શણગાર કરવામાં આવ્યો છે. દર તહેવારે આ મંદિરમાં હનુમાન દાદાને શણગાર કરવાનું મહત્વ છે. વહેલી સવારથી લોકો દર્શન માટે ઉમટી પડ્યા હતા. આજના દિવસે દાનનું પણ અનેરું મહત્વ રહેલું છે ત્યારે રાજકોટમાં અલગ-અલગ જગ્યાઓ પર સામાજીક સંસ્થાઓ- શાળાઓ દ્વારા દાન સ્વીકારવામાં આવે છે. આ માટે ખાસ વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે.

ઉત્તરાયણ પર લોકોએ આટલું ન કરવું

 • ચાઇનીઝ દોરીથી પતંગ અને તુક્કલ ન ચગાવો તેનાથી પક્ષીઓ ગંભીર રીતે ઘાયલ થાય છે, આગ લાગવાના કિસ્સા બને છે.
 • વીજળીના તારમાં ફસાયેલા અને સબ સ્ટેશનમાં પતંગને લેવાનો પ્રયત્ન ન કરો.
 • લૂઝ કપડાં ન પહેરવા, માથે ટોપી પહેરવી.
 • મકાનોના ગીચ વિસ્તારમાં પતંગ ન ચગાવવી.
 • ઢાળવાળી મકાનની છત હોય તેવા મકાન ઉપરથી પતંગ ન ચગાવો.
 • પતંગ કપાય તો ઢાળવાળા મકાનની છત ઉપરથી પકડવા ન દોડો.
 • થાંભલામાં કે મકાનમાં ફસાયેલા પતંગને મેળવવા પથ્થર ન ફેંકો, પાઈપ ન નાખો.
 • રસ્તા ઉપર ઝાડુ, વાંસ વગેરે લઈને કપાયેલા પતંગ પકડવા ન દોડો.

ઘાયલ પક્ષીઓને જુઓ તો આ નવ સ્થળે ઉભા કરાયેલા કંટ્રોલ રૂમમાં ફોન કરો

 • ત્રિકોણબાગ 9898019059
 • પેડક રોડ 9998639382
 • આત્મીય કોલેજ 9574400028
 • કિસાનપરા ચોક 9574400028
 • માધાપર ચોકડી 9574400028
 • ગોંડલ ચોકડી 9898019059
 • વાવડી 9898019059
 • પંચનાથ એનિમલ હોસ્પિટલ 9428517600
 • નાગરિક બેંક ચોક, ઢેબર રોડ 9724609502

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો