'વાયુ'ની અસર / સૌરાષ્ટ્રનાં એરપોર્ટ 2 દિવસ બંધ, રાજકોટ-ગોંડલના માર્કેટિંગ યાર્ડ પણ બંધ રહેશે, STના કર્મીઓની રજા રદ

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

  • વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રનાં અનેક યાર્ડો બે દિવસ બંધ
  • રાજકોટ, જામનગર, પોરબંદર એરપોર્ટ આવતીકાલથી 2 દિવસ બંધ રહેશે
  • તમામ પેસેન્જર્સ અને એક્સપ્રેસ ટ્રેનો રદ્દ કરવામાં આવી

Divyabhaskar.com

Jun 12, 2019, 02:17 PM IST

રાજકોટ:'વાયુ' વાવાઝોડાની અસરને પગલે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રમાં આવેલા એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદ મુંબઈ વચ્ચેની કેટલીક ફ્લાઇટો પણ રદ્દ કરવામાં આવી શકે છે. બુધવારે ફ્લાઇટો રદ કરવાને મામલે એરપોર્ટ ઓથોરિટી અને હવામાન વિભાગ વચ્ચે એક બેઠક મળી હતી. જે બાદમાં ફ્લાઇટો રદ કરવાને લઈને અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ સાથે જ સૌરાષ્ટ્રના અનેક યાર્ડો પણ બે દિવસ માટે બંધ રાખવામાં આવશે. રાજકોટ અને ગોંડલ દ્વારા સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. સાથે જ STના કર્મીઓની રજા પણ રદ્દ કરવામાં આવી છે.

2 દિવસ માટે એરપોર્ટ બંધ
સંભવિત વાવાઝોડાને લઈને સૌરાષ્ટ્રના જામનગર, દીવ, કંડલા, પોરબંદર, રાજકોટ સહિતના એરપોર્ટને બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત સુરત એરપોર્ટ પર આવતી ફ્લાઇટોને અમદાવાદ અને મુંબઈમાં ડાયવર્ટ કરવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

14 જુન સુધી ટ્રેન રદ્દ કરવામાં આવી
વાયુ વાવાઝોડાના પગલે આજે સાંજે 6 વાગ્યાથી 14 જુન સુધી વેરાવળ-ઓખા-પોરબંદર અને ભાવનગર-ભુજ-ગાંધીધામ જતી ટ્રેનો રદ્દ કરવામાં છે. તમામ પેસેન્જર્સ અને એક્સપ્રેસ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.

2 દિવસ માર્કેટીંગ યાર્ડ બંધ રહેશે
સંભવિત વાવાઝોડા પગલે રાજકોટ અને ગોંડલના માર્કેટિગ યાર્ડ દ્વારા 2 દિવસની રજા રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ સૌરાષ્ટ્રના અન્ય માર્કટિંગ યાર્ડ પણ બંધ રહે તેવી શક્યતા છે.

એસટીના કર્મચારીઓની રજા રદ
'વાયુ' વાવાઝોડાને પગલે એસટી તંત્રને પણ એલર્ટ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે એસટીના તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. દરિયાકાંઠા સહિત તમામ 125 ડેપો પર ડ્રાઇવર કંડક્ટર સ્ટાફને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. તમામ ડેપો પર વધારાની 25-25 બસો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. એસ.ટી. નિગમના કંટ્રોલ રૂમ પરથી તમામ ગતિવિધિઓની દેખરેખ રાખવામાં આવી રહી છે. એસટીની 8,300 બસોનું GPSથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. 16 ડિવિઝનના કમાન્ડ કંટ્રોલથી સીસીટીવીથી લાઈવ મોનિટિરિંગ કરવામાં આવી રહ્યું છે. વાવાઝોડાથી કોઈ અફત સર્જાય તો અસરગ્રસ્તોને બસ દ્વારા રાહત કેન્દ્ર સુધી પહોંચાડવાની સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાથી અસરગ્રસ્તોને રાહત સામગ્રી પહોંચાડવા માટે પણ બસોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

X
ફાઈલ તસવીરફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી