તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જનતા કર્ફ્યુના દિવસે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિઓ ન થાય તે માટે રાઉન્ડ ધી ક્લોક પોલીસ કાર્યરત રહેશે: રાજકોટ CP

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ - Divya Bhaskar
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ
  • રૂબરૂ પોલીસ સ્ટેશનને ન આવતા ઓનલાઈન સોશિયલ મીડિયાના માધ્યમથી ફરિયાદ કે રજૂઆત કરવા અપીલ

રાજકોટ: ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ રાજકોટ ની અંદર નોંધાયો છે. ત્યારે રાજકોટ પોલીસ વિભાગ વહીવટી તંત્ર વધુ સતર્ક બન્યું છે. ત્યારે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જુદા જુદા જાહેરનામાં બહાર પાડવામાં આવ્યા છે. શહેરમાં સભા સરઘસ મેળાવડા પર પાબંધી લાદી દેવામાં આવી છે. તો સાથોસાથ રાજકોટ શહેરની હદમાં આવતા તમામ જાહેરસ્થળો લોકો માટે બંધ કરવામાં આવ્યા છે. તેમજ શહેરની હદમાં આવતા ધાર્મિક સંસ્થાનો એ સ્વયંભૂ 29 માર્ચ સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. જનતા કર્ફ્યુના દિવસે રાજકોટ પોલીસ દ્વારા શહેરના તમામ રાજમાર્ગો પર તેમજ જુદી જુદી બજારોમાં ચોરી લૂંટફાટ સહિત અન્ય કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિઓ ન થાય તે માટે રાઉન્ડ ધી ક્લોક પોલીસ કાર્યરત રહેશે. 

જરૂરી કામ વગર બહાર ન નીકળવું
રાજકોટ શહેર પોલીસ દ્વારા અરજદારનું નિવેદન વીડિયો કોન્ફરન્સ મારફતે નોંધવામાં આવશે. તો સાથોસાથ આગામી ૨૨મી માર્ચના રોજ વડાપ્રધાન દ્વારા જે જનતા કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતના સંદર્ભે લોકોને જોડાવા અપીલ પણ કરવામાં આવી છે. તેમજ જે દિવસે કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે તે દિવસે લોકોના જાન, માલ દુકાન સહિતનાઓના રક્ષણની જવાબદારી પોલીસ ઉઠાવશે.  તો સાથોસાથ લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ જરૂરી કામ કાજ વગર ઘરની બહાર ન નીકળે. તેમજ જે ધંધામાં ચાર કરતાં વધુ લોકો એકઠા થતા હોય જેમ કે પાનનો ગલ્લો ચાની લારી તે તમામ જગ્યાએ પોલીસ અને મહાનગર પાલિકાની ટીમ દ્વારા બંધ કરાવવામાં આવેલ છે. બીજી તરફ રાજકોટ શહેર પોલીસ દ્વારા લોકોને પણ રજૂઆત કે ફરિયાદ માટે રૂબરૂ પોલીસ સ્ટેશનને ન આવતા ઓનલાઈન સોશિયલ મીડિયાના માધ્યમથી ફરિયાદ કે રજૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...