તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની કામગીરી સુધારવા સત્તાધીશોએ માર્ચ-2020થી શરૂ થયેલા પ્રથમ તબક્કામાં અનેક પગલાંઓ લીધા છે, જેમાં સૌથી મહત્વનું પગલું એવું લેવામાં આવ્યું છે કે કોઇપણ પેપરમાં ભૂલ હોય તો તે પરીક્ષા શરૂ થયાના માત્ર 10 થી 20 મિનિટમાં સુધરી જાય તે પ્રકારનું આયોજન પ્રથમ વખત કરવામાં આવ્યું છે જેના પરિણામે વિદ્યાર્થીઓના પરીક્ષામાં બગડતા અડધાથી એક કલાકના સમયની બરબાદી અટકી ગઇ છે. શુક્રવારે પણ બી.એસસી. સેમેસ્ટર-6 અને બી.એ. સેમેસ્ટર-6ના બે પેપરમાં સામાન્ય ભૂલ હતી જે માત્ર 10 મિનિટના ટૂંકાગાળામાં સુધારી લેવામાં આવી હતી અને તેની પરીક્ષાઓ જે સેન્ટરમાં ચાલી રહી છે તેમાં જાણ કરી દેવામાં આવી હતી.
પરીક્ષા લેતી કોલેજને વોટ્સઅપથી મેસેજ કરવામાં આવે છે
કુલપતિ ડો.નિતિન પેથાણીએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં વિદ્યાર્થીને પેપરમાં ભૂલની જાણ થાય, પછી તે સુપરવાઇઝરને જાણ કરે, સુપરવાઇઝર પ્રિન્સિપાલને કહે, પ્રિન્સિપાલ પરીક્ષા નિયામકને જાણ કરે, પરીક્ષા નિયામક પેપર કાઢ્યું હોય તેને શોધી ભુલ વિશે પૂછે ત્યારબાદ ભુલ સુધારીને પરીક્ષા નિયામકને જાણ કરે અને બાદમાં નિયામક તમામ કોલેજોમાં ફોનથી જાણ કરે તેમાં અડધાથી એક કલાક જેટલો સમય થતો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં હવે જે વિષયના પેપર હોય તેના એક એક્સપર્ટને પરીક્ષા વિભાગમાં બેસાડવામાં આવે છે અને પેપર શરૂ થતા જ એક પેપર ખોલીને જે તે વિષયના નિષ્ણાતને આપવામાં આવે છે અને તે પેપર ચકાસીને જે ભૂલ હોય તે બાબતે પરીક્ષા નિયામકને જાણ કરે છે અને પરીક્ષા નિયામક આ બાબતની જાણ જે તે વિષયની પરીક્ષા લેતી કોલેજને વોટ્સએપ મેસેજથી કરે છે.
25 ઓબ્ઝર્વરોને નોટિસ ફટકારાઈ
બે દિવસમાં જુદી-જુદી કોલેજમાં ન ગયેલા 25 ઓબ્ઝર્વર કુલપતિની ઝપટે ચડી ગયા છે. કુલપતિએ ખૂદ સીસીટીવી કેમેરા કન્ટ્રોલરૂમમાં બેસી જે તે ઓબ્ઝર્વર હાજર છે કે નહીં તે ચેક કરતા ગુરૂવારે 14 અને શુક્રવારે 11 મળી કુલ 25 ઓબ્ઝર્વર ઝપટે ચડી ગયા હતા. આ તમામને શો-કોઝ નોટિસ આપી ખુલાસો પૂછાશે તેમ કુલપતિ ડો.નિતિન પેથાણીએ જણાવ્યું હતું.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.