તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં એક વાનમાંથી 12થી 20 વિદ્યાર્થીઓ ઉતરતા દેખાયા, ગંભીર બેદરકારી, ચેકિંગના નામે નાટક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં સ્કૂલ વાનમાંથી 12થી 20 વિદ્યાર્થીઓ ઉતરતા નજરે પડ્યા - Divya Bhaskar
રાજકોટમાં સ્કૂલ વાનમાંથી 12થી 20 વિદ્યાર્થીઓ ઉતરતા નજરે પડ્યા
  • અમદાવાદનીમા ગંભીર ઘટના બની છતાં રાજકોટમાં વાન ચાલકોની બેદરકારી
  • પોલીસ કે આરટીઓ દ્વારા ચેકિંગના નામે નાટક, નિયમોની ઐસી તૈસી

રાજકોટ: ગઇકાલે અમદાવાદમાં 22 વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ વાનમાંથી ત્રણ બાળકો પડી ગયા હતા. જેમાં એકને ગંભીર ઇજા પહોંચી હતી. આ બનાવના પગલે રાજકોટમાં DivyaBhaskar દ્વારા રિયાલિટી ચેક કરાયું હતું. ગંભીર ઘટના બની છતાં રાજકોટમાં સ્કૂલ સંચાલકો, વાન સંચાલકો અને આરટીઓની બેદરકારી નજરે પડી હતી. તેમજ નિયોમોની ઐસીતૈસી જોવા મળી હતી. એક વાનમાંથી 12થી 20 નાના-મોટા વિદ્યાર્થીઓ ઉતરતા નજરે પડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.

રાજકોટમાં 2 હજારથી વધુ સ્કૂલવાન અને રીક્ષા

રાજકોટમાં સ્કૂલવાન, રીક્ષાવાળા નિયમોની ઐસીતૈસી કરી રહ્યાં છે. શહેરમાં અંદાજે 2000થી વધુ સ્કૂલવાન અને રિક્ષાઓ ચાલે છે. એક વાનમાં 18થી 20 બાળકોને ભરવામાં આવે છે.
નિયમ મુજબ રિક્ષામા6થી 7 બાળકો ભરી શકે છે. વાનમાં 8થી 10. પરંતુ આરટીઓ અને ટ્રાફિક પોલીસ ઊંઘમાં અને ચેકિંગના નામે નાટક કરી રહ્યા છે. રેન્ડમલી ચાર-પાંચ વાનને રોકી જવા દિધી હતી. સ્કૂલવાન માટે વાલીઓ અને સ્કૂલો પણ એટલી જ જવાબદાર છે. અમુક વિસ્તારોમાં વાન ચાલકોની સિન્ડીકેટ એક વિસ્તારમાં એક વાન ચાલક હોય છે એટલે વાલીઓ મજબુર  અમદાવાદની જેમ અકસ્માત થાય તો જવાબદાર કોણ? તેવો મોટો સવાલ રિયાલિટી ચેકમાં એક વાનમાંથી 12થી 20 વિદ્યાર્થીઓ ઉતરતા દેખાયા હતા. રાજકોટ પોલીસે વિવિધ વિસ્તારોમાં ડ્રાઇવ હાથ ધરી હતી. જેમાં મોદી સ્કૂલ, ધોળકીયા, વિવિધ શૈક્ષણિક સંકુલોની આજુબાજુ હેલ્મેટ તેમજ સ્કૂલ વેન અને સ્કૂલ રીક્ષામાં વધુ વિદ્યાર્થીઓને બેસાડીને વાહન ચલાવતા ચાલકો સામે 10 ટીમો બનાવી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 780 કેસ કરી 83500 રોકડ દંડ ફટકાર્યો હતો.

જામનગરમાં સ્કૂલવાનમાં પોલીસનું ચેકિંગ

જામનગરમાં સ્કૂલ વાનમાં અને રીક્ષાઓમાં ઘેટા-બકરાની માફક વિદ્યાર્થીઓ ભરાતા પોલીસે તવાઇ બોલાવી હતી. શહેરના અલગ અલગ વિસ્તારમાં આરટીઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં ત્રણ ટુકડીઓએ ચેકિંગ હાથ ધર્યું હતું. મોટાભાગે રીક્ષા તેમજ સ્કૂલ વાનમાં ઠસોઠસ વિદ્યાર્થીઓ ભરવામાં આવ્યા હતા અને રીક્ષાની બહાર અકસ્માત સર્જાઇ તે રીતે આડેધડ સ્કૂલબેગો ટીંગાડવામાં આવી હતી. તમામ લોકોને રોકી જરૂરી સુચના આપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વેરાવળમાં ડ્રાઇવ હાથ ધરાઇ

વેરાવળમાં પણ આરટીઓ દ્વારા ડ્રાઇવ હાધ ધરવામાં આવી હતી. જેમાં ગેરકાયદેસર સ્કૂલ વાનને રોકી હતી. આરટીઓમાં એક પણ ઓટોરીક્ષાનું રજીસ્ટ્રેશન થયું નથી. મોટાભાગની ઓટોરીક્ષા ગેરકાયદેસર ચાલી રહી છે. આથી આરટીઓએ તમામને મેમો અને ડિટેઇન કરવાની કાર્યવાહી હાધ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...