તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રવિન્દ્રએ કહ્યું 'જો હું આઉટ ન થયો હોત તો કદાચ આપણે જીતી ગયા હોત': રીવાબા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રીવાબા અને રવિન્દ્ર જાડેજાની ફાઈલ તસવીર - Divya Bhaskar
રીવાબા અને રવિન્દ્ર જાડેજાની ફાઈલ તસવીર
  • જાડેજાએ સેમિ-ફાઈનલમાં શાનદાર 77 રનની ઈનિંગ રમી હતી

રાજકોટ:વર્લ્ડ કપ 2019માં ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડથી હારીને બહાર થઈ ગઈ. આ મેચમાં ભારતીય બેટ્સમેનોએ ખૂબ સાધારણ પ્રદર્શન કર્યું ત્યારે રવિન્દ્ર જાડેજાએ આ મેચમાં શાનદાર રમત રમી હતી. જાડેજાએ આ મેચમાં શાનદાર 77 રનની ઈનિંગ રમી હતી. પરંતુ તેઓ ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યા. જાડેજા અને ધોનીની ભાગીદારીના કારણે ટીમ ઈન્ડિયા એક સમયે જીતની નજીક પહોંચી ગઈ હતી. પરંતુ જલ્દીથી રન બનાવવાના ચક્કરમાં જાડેજા આઉટ થઈ ગયો. જે બાદ આખી ટીમ ઑલ આઉટ થઈ ગઈ. એક સારા ઓલરાઉન્ડરની જેમ રમવા માટે જાડેજાની ખૂબ જ પ્રસંશા કરવામાં આવી હતી. આ અંગે જાડેજાના પત્ની રીવાબાએ જણાવ્યું કે, તે ટીમને જીતાડી ન શક્યા. જેના કારણે તેઓ તૂટી ગયા અને દુઃખી હતા. તેમજ સેમિ ફાઈનલની હારના વિચારોથી દૂર રાખવા અન્ય વિષયોની ચર્ચા કરવી પડતી હતી. 

સેમિ-ફાઇનલમાં ભારતની હાર બાદ રવિન્દ્ર જાડેજા ઘણો અસંતુષ્ટ હતો: રીવાબા
'સેમિ-ફાઈનલમાં હાર બાદ તે ઘણો અસંતુષ્ટ હતો અને એટલું કહેતો હતો કે જો હું આઉટ ન થયો હોત તો કદાચ આપણે જીતી ગયા હોત' રીવાબાએ કહ્યું કે જીતની ખુબ નજીક હોય અને ત્યારે જ આપણે મેચ હારી જાય જેનાથી ઘણુ દુખ થાય છે. જેથી મે તેને કહ્યું કે જે રીતે તે મેચમાં પ્રદર્શન કર્યું છે તેના પર બધાને ગૌરવ છે. જેથી તારે ખરાબ લગાડવાની જરૂર નથી. આ સાથે જ કહ્યું કે મે અન્ય વિષય પર પણ વાત કરી જેથી હું તેને સેમિ-ફાઈનલ વિષેના વિચારથી દૂર ખેંચી શકું. આ સાથે જ રિવાબાએ કહ્યું કે જ્યારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ હતો ત્યારે હું ગ્રાઉન્ડ પર જ હતી. પરંતુ ત્યારે રવિન્દ્ર ટીમમાં સામેલ ન હતો.

અન્ય સમાચારો પણ છે...