રાજકોટ:સૌરાષ્ટ્ર જાણે કૃણ્ણનાં રંગે રંગાયું હોય તેમ ઠેર ઠેર કૃષ્ણજન્મનાં વધામણાને લઇને ઉજવણી થઇ રહી છે. સૌરાષ્ટ્ર કૃષ્ણમય બની ગયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી નિમિત્તે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું છે. શહેરના મવડી ચોકડીથી 9 કલાકે સંતો-મહંતોની ઉપસ્થિતિમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદ સાથે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ત્યારે આ શોભાયાત્રાને જોવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાં છે. આ સાથે જ દ્વારકામાં પણ ભવ્ય શોભાયાત્રા નીકળી છે. જેને જોવા માટે હજારો ભાવિક ભક્તો ઉમટી પડ્યાં છે.
રથયાત્રાના આકર્ષણો
વિશ્વમાં નરેન્દ્રભાઈ મોદીનો ડંકો છે-NRI
કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ શોભાયાત્રામાં એન.આર.આઇ અને મૂળ રાજકોટના પ્રતાપભાઈ સુચક યાત્રામાં જોડાયા છે. અમેરિકાથી યાત્રામાં આવેલા એન.આર.આઈએ પ્રધાનમંત્રીના ભારોભાર વખાણ કર્યા હતાં અને કહ્યું હતું કે વિશ્વમાં નરેન્દ્રભાઈ મોદીનો ડંકો છે.
સુરત અગ્નિકાંડના મૃતક વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ
જન્માષ્ટમી મહોત્સવમાં અનોખી ઉજવમી જોવા મળી હતી. જન્માષ્ટમીમાં સુરત અગ્નિકાંડના દ્રશ્યો જોવા મળ્યાં હતા.સુરત અગ્નિકાંડમાં હોમાયેલ વિધાર્થીઓ જે રીતે આગમાં ખાખ થયા તે થીમ બનાવવામાં આવી છે અને તમામ મૃતક વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ પાઠવતી થીમ બનવાઈ છે.
ચોકે ચોકે લોકો જોવા ઉમટ્યા
રાજકોટ રથયાત્રાના દર્શન કરવા માટે ચોકે ચોકે લોકો ઉમટી પડ્યા છે. હજારોની સંખ્યામાં લોકો રથયાત્રામાં જોડાયા છે. તેમજ શહેરના દરેક સર્કલ પરની બિલ્ડિંગો પર લોકો ચડી જઇ રથયાત્રાને નિહાળી રહ્યા છે.
કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાનું નિવેદન
રથયાત્રા પ્રસ્થાન કરાવ્યા બાદ વજુભાઈ વાળાએ નિવેદન આપતા કહ્યું કે આજના જમાનામાં કૃષ્ણનીતિ આપનાવવી જરૂરી છે.આ સાથે જ પાકિસ્તાનને પણ ટાર્ગેટ કર્યું હતું. મોદી અને અમિત શાહને કૃષ્ણ સાથે સરખાવતા ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ થવાની વાતનું નિવેદન આપતા કહ્યું કે, કોઈ વ્યક્તિ કામ શરૂ કરે તો લોકો સરખાવતા હોઈ જ છે, જે જેમ સમજે તેને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવે તે જ કૃષ્ણનીતિ છે.
રથયાત્રાનો રૂટ
24 કિલોમીટરની આ યાત્રા 9 વાગે મવડી ચોકડીથી ધર્મયાત્રા પ્રસ્થાન કર્યા બાદ, રૈયા સર્કલ, હનુમાનમઢી ચોક, કિસાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, ફૂલછાબ ચોક, હરિહર ચોક, લીમડા ચોક, ત્રિકોણબાગ, માલવિયા ચોક, ગોંડલ રોડ મક્કમ ચોકથી 80 ફૂટ રોડ, સોરઠિયા વાડી ચોક, કેવડાવાડી મેઈન રોડથી રામનાથપરા જેલ ચોક, સંતકબીર રોડ, બજરંગ ચોક બાલક હનુમાનથી પારૂલ ગાર્ડન ખાતે સાંજે સવા ચાર વાગ્યે સમાપન થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.