ઉજવણી / ક્રિકેટ સ્ટેડિયમમાં રંગોળી 40,000 રાજકોટિયન્સે રેસકોર્સના મેદાનમાં 45 મિનિટ આતશબાજીનો નજારો માણ્યો

Rangoli 40,000 Rajkotians enjoy 45 minutes of fireworks at the racecourse grounds at Cricket Stadium

Divyabhaskar.com

Oct 27, 2019, 11:01 PM IST

રાજકોટઃ પ્રતિ વર્ષ ધનતેરસના દિવસે રાજકોટ મહાનગરપાલિકા માધવરાવ સિંધિયા ક્રિકેટ મેદાનમાં આતશબાજીના કાર્યક્રમનું આયોજન કરે છે, પરંતુ ગત શુક્રવારે પૂર્વ મુખ્યમંત્રીનું અવસાન થતા કાર્યક્રમ શનિવારે રાખવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આતશબાજીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આતશબાજીમાં રાફેલ યુદ્ધ વિમાન થીમ પર આતશબાજી રાખવામાં આવી હતી. આ ઉપરાંત નાયગ્રા ફોલ, સૂર્યમુખી, ઇલેક્ટ્રિક ખજૂરી, આકાશી ગગન ગોળા, મલ્ટિ કલર સહિતના આકર્ષક ફટાકડા જોવા 40 હજારથી વધુ શહેરીજનો મેદાન ખાતે ઊમટી પડ્યા હતા. ક્રિકેટ મેદાન ઉપરાંત રેસકોર્સ રિંગરોડ ફરતે પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આતશબાજી જોવાનો લાભ લીધો હતો. સૌપ્રથમ વખત આતશબાજીની તસવીર ડ્રોનથી લેવામાં આવી હતી. આ સમયે ક્રિકેટ સ્ટેડિયમનો નજારો અદ્દભૂત દૃશ્યમાન થતો હતો.

X
Rangoli 40,000 Rajkotians enjoy 45 minutes of fireworks at the racecourse grounds at Cricket Stadium

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી