તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રક્ષિતે 105 બોલમાં 110 રન અને 8 ઓવરમાં પાંચ વિકેટ ખેડવી નાખી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • U-16માં રાજકોટ રૂરલના કપ્તાનની જામનગર સામે શાનદાર રમત

રાજકોટ: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ઇન્ટર ડિસ્ટ્રિક્ટ અન્ડર-16 ક્રિકેટ ટૂર્નામેન્ટના નોકઆઉટ રાઉન્ડમાં રાજકોટ રૂરલના કપ્તાન રક્ષિત મહેતાએ ઓલ રાઉન્ડ દેખાવ કર્યો છે. ખંઢેરી સ્ટેડિયમ પર બુધવારે રાજકોટ રૂરલ અને જામનગર વચ્ચે વન ડે મેચ યોજાયો હતો. રાજકોટે ટોસ જીતી પ્રથમ દાવ લીધો હતો. નિર્ધારિત 50 ઓવરમાં રાજકોટે 6 વિકેટ ગુમાવી 299 રન કર્યા હતા. જેમાં કપ્તાન રક્ષિતે 105 બોલમાં 17 ચોગ્ગાની મદદથી શાનદાર 110 રન તેમજ આકાશ શાહે અણનમ 74 રન કર્યા હતા. જામનગરના કપ્તાન સ્મિત સાંગાણીને બે વિકેટ ખેડવવામાં સફળતા મળી હતી.
 
બીજી તરફ જીત માટે 300ના ટાર્ગેટ સાથે દાવ લેવા ઉતરેલી જામનગરની ટીમ 35.2 ઓવરમાં માત્ર 170 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જેમાં કપ્તાન સ્મિતે 44 રન કર્યા હતા. જ્યારે રક્ષિતે 8 ઓવરમાં એક મેડન ફેંકી 39 રન આપી પાંચ વિકેટ ખેડવી તરખાટ મચાવ્યો હતો. તેમજ રૂષિરાજ અખાણીએ બે વિકેટ મેળવી હતી. નોકઆઉટ રાઉન્ડમાં બેટિંગ-બોલિંગનું શાનદાર પ્રદર્શન કરનાર રક્ષિતે લીગ રાઉન્ડના બે મેચમાં કુલ 142 રન કર્યા હતા. જેમાં રાજકોટ સામે અણનમ 54 અને અમરેલી સામે માત્ર 59 બોલમાં 17 ચોગ્ગા ફટકારી 88 રન ફટકાર્યા હતા. અન્ય એક મેચમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ ટીમે કચ્છને 6 વિકેટ હરાવી સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.