તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપ કાર્યાલયે રાજ્યસભાના ઉમેદવાર અભય ભારદ્વાજનું ઢોલ નગારા સાથે અભિવાદન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફૂલોની માળા પહેરાવીને રાજ્યસભાના ઉમેદવાર અભય ભારદ્વાજનું ભાજપીઓએ અભિવાદન કર્યું હતું. - Divya Bhaskar
ફૂલોની માળા પહેરાવીને રાજ્યસભાના ઉમેદવાર અભય ભારદ્વાજનું ભાજપીઓએ અભિવાદન કર્યું હતું.
  • રાજ્યસભાના ઉમેદવાર અભયભાઈનું અભિવાદન
  • ઢોલ નગારા સાથે અભય ભારદ્વાજનું અભિવાદન

રાજકોટઃ રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે બે ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેમાં રાજકોટના અભય ભારદ્વાજને પણ ભાજપે ટિકિટ આપી હતી. જેથી રાજકોટ ભાજપમાં ઉત્સાહનો સંચાર થયો હોય તે રીતે ભાજપના કાર્યકરો અને પદાધિકારીઓએ અભય ભારદ્વાજનો અભિવાદન સમારોહ યોજ્યો હતો. ઢોલ નગારાના તાલે ઝૂમીને કાર્યકરોએ અભયભાઈને શુભકામનાઓ આપી હતી.

હારતોરા કરી સન્માન કરાયું
બહુમુખી પ્રતિભા ધરાવતા વકીલ અભય ભારદ્વાજનું નામ રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર થયું હતું. જેથી રાજકોટ ભાજપ દ્વારા આજે બસ સ્ટેન્ડ પાછળ આવેલા કરણપરા ખાતેના કાર્યાલય પર અભય ભારદ્વાજનું અભિવાદન કરાયું હતું. શહેર ભાજપ પ્રમુખ,મંત્રી, મહામંત્રી, અને કાર્યકર્તાઓ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. ઢોલ નગારા સામૈયા સાથે ડીજેના તાલે ભાજપ કાર્યાલય પર અભિવાદન કરવામાં આવ્યું હતું. તમામે અભય ભારદ્વાજને જીતનો વિશ્વાસ અપાવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો