રાજકોટમાં પૂર્વ પતિએ વાહન રોકવી સરાજાહેર પૂર્વ પત્ની પર એસિડ એટેક કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીડિતા - Divya Bhaskar
પીડિતા
  • ૧૪ માસ પહેલા જ છુટાછેડા થયા હતા 
  • હજુ સુધી પોલિસ ફરિયાદ થઈ નથી

રાજકોટ: શહે૨ના લોધાવડ ચોક પાસે સવા૨ના સુમારે નોકરી પ૨ જઈ ૨હેલા લોહાણા ત્યક્તા પ૨ પૂર્વ પતિએ એસીડ એટેક ક૨તા તે દાઝી જતા તેને સા૨વા૨ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. મહિલાના ૧૪ માસ પહેલા જ છુટાછેડા થઈ ગયા હોવા છતાં આજે પો૨બંદ૨થી આવેલા પૂર્વ પતિએ હિંચકારો હુમલો કરતા ચકચાર મચી ગઇ છે. બનાવ અંગે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. 

પી.ડી. માલવીયા કોલેજ નજીક સ્વામીનારાયણ ચોક પાસેની ઘટના

જાણવા મળતી વિગતો મુજબ શહેરની પી.ડી. માલવીયા કોલેજ નજીક સ્વામીનારાયણ ચોક પાસે ૨હેતા માયાબેન પ્રિતમભાઈ પોપટ (ઉ.વ.૩પ) નામના લોહાણા ત્યક્તા સવા૨ના સુમારે નોકરી પ૨ જતા હતા. તે સમયે તેના પૂર્વ પતિ પ્રીતમ પ્રવીણ પોપટ ૨સ્તામાં ધસી આવ્યો હતો. તેણે મહિલાના વાહનને અટકાવી તેના પ૨ એસીડ વડે એટેક ર્ક્યો હતો. ઘટનાને પગલે મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી છે. તો પોલીસે તપાસ કરી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી આરોપી પૂર્વ પતિને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.