તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ ઠાકોર સાહેબના રાજતિલક પર્વે ત્રણ હજાર યુવક-યુવતીઓ તલવાર રાસ કરી વર્લ્ડ રેકોર્ડ કરશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • રાજતિલક વિધિ 27થી 29 જાન્યુઆરી સુધી યોજાશે, 28મીએ તલવાર રાસ
 • જૂની વિન્ટેજ કાર, બગીઓ, ઘોડા, હાથી, બળદગાડા, બેન્ડ, નગારા, શરણાઇ સાથે નગરયાત્રા નીકળશે
 • રાજકોટના 17મા ઠાકોર સાહેબ તરીકે 30મીએ માંધાતાસિંહ જાડેજાની તિલકવિધિ થશે

રાજકોટ: રાજકોટના પૂર્વ રાજવી મનોહરસિંહ જાડેજાના નિધન બાદ તેમના પુત્ર અને યુવરાજ માંધાતાસિંહ જાડેજા હવે રાજા બનશે. તેઓની રાજકોટ રાજ્ય પરિવારના 17માં રાજવી તરીકેની રાજતિલક વિધિ પૂરી આન, બાન અને શાનથી જાન્યુઆરી માસના અંતે સંપન્ન થશે. અગાઉ ક્યારેય ન થયો હોય એવો રાજસૂય યજ્ઞ આ પ્રસંગે કરવામાં આવશે. જેમાં 300 જેટલા બ્રાહ્મણો આહુતિ આપશે. દેશના અન્ય રાજ્યોના રજવાડાં અને ગુજરાતના રાજવી પરિવાર તેમજ સંતો-મહેતો, અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ સમારોહ થશે. 27થી 29 જાન્યુઆરી સુધી આ સમારોહ ત્રણ દિવસ સુધી ચાલશે. આ અંગે આજે રણજીત વિલાસ પેલેસ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું જેમાં યુવરાણી કાદમ્બરીદેવી દ્વારા વિગત આપાવમાં આવી હતી. 28 જાન્યુઆરીએ સવારે 10 વાગે 3 હજાર ક્ષત્રિય મહિલાઓ તલવાર રાસ રજૂ કરશે જેની નોંધ ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં થશે. 

ત્રણ દિવસ યોજાનાર કાર્યક્રમો

27 જાન્યુઆરી
સાંજે 4.30થી 6 વાગ્યા સુધી દેહશુદ્ધિ, દશવીધી સ્નાન

28 જાન્યુઆરી
સવારે 8.30 થી 1 દરમિયાન પૂજનવિધિ થશે, સવારે 10 વાગ્યે એક અનોખો કાર્યક્રમ યોજાશે. સૌરાષ્ટ્ર ગુજરાતના 3 હજાર દીકરા-દીકરીઓ એકસાથે 12 મિનિટ તલવાર રાસ કરશે, અત્યાર સુધીમાં 2 હજાર દીકરા દીકરીઓના તલવાર રાસનો રેકોર્ડ છે, જ્યારે તિલકવિધિ પ્રસંગે યોજાનારા આ તલવાર રાસમાં 3 હજાર યુવક–યુવતીઓ પરંપરાગત વસ્ત્રપરિધાન કરી તલવાર રાસ કરી રેકોર્ડ સર્જશે. તા.28ને સાંજે 4 થી 6 દરમિયાન નગરયાત્રા નીકળશે જેમાં વિન્ટેજ કાર, બગીઓ, પાટ, ઘોડા, હાથી, બળદગાડા, બેન્ડ, નગારા-શરણાઇ આકર્ષણનું કેન્દ્ર બનશે. નગરયાત્રા વખતે વિવિધ સમાજ દ્વારા ઠાકોર સાહેબ અને યાત્રાનું સન્માન કરી ફૂલવર્ષા કરવામાં આવશે તેમજ યાત્રા સ્થળ પર સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્ટેજ શો પણ યોજાશે, કાર અને બગીમાં સંતો–મહંતો બિરાજમાન થશે.

29-જાન્યુઆરી
સવારે 9.30 થી 1 વાગ્યા સુધી ફરીથી વિવિધ પૂજનવિધિ થશે, જેમાં 300 બ્રાહ્મણ દ્વારા અભિષેક કરવામાં આવશે, એક સાથે 300 બ્રાહ્મણ દ્વારા રાજતિલક પ્રસંગે પૂજનવિધિ પણ વિશ્વ રેકોર્ડ બનશે. બપોરે 3 થી 6 દરિમયાન પૂજનવિધિ, સાંજે 7.30થી 9.30 દરમિયાન 300થી વધુ લોકો દ્વારા 7000થી 10000 દીપ પ્રગટાવી રાજકોટ રાજ્યનું રાજચિહ્ન બનાવીને જ્યોતિપર્વ મનાવવામાં આવશે અને જ્યોતિપર્વનો પણ વિશ્વ રેકોર્ડ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો