તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot Received The Award From 100 Cities Under The Central Government's Smart City Mission

કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી મિશન હેઠળ 100 શહેરોમાંથી રાજકોટ શહેરને એવોર્ડ મળ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટઃ ઇન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડઝ આયોજીત બેસ્ટ સ્માર્ટ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ માટે રાજકોટ મહાનગરપાલિકાની રાજકોટ સ્માર્ટ સિટી લિમિટેડના ડીસેન્ટ્રલાઇઝડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકારના સ્માર્ટ સિટી મિશન હેઠળ 100 શહેરોમાંથી રાજકોટની એવોર્ડ માટે પસંદગી થઇ છે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર બિનાબેન આચાર્ય અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, ઇન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડઝ આયોજીત બેસ્ટ સ્માર્ટ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ માટે રાજકોટ મહાનગરપાલિકાની રાજકોટ સ્માર્ટ સિટી લિમિટેડના ડીસેન્ટ્રલાઇઝડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ પ્રોજેક્ટની કેન્દ્રના એક ખાસ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવેલ છે. તેમજ નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ અર્બન એફેર્સ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના ઉપરોક્ત પ્રોજેક્ટને સર્ટીફિકેટ ઓફ મેરીટ માટે પસંદ કરવામાં આવેલ છે.
28 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલી કોન્ફરન્સ કમ એવોર્ડ વિતરણ સમારોહમાં ભારત સરકારના હાઉસિંગ એન્ડ અર્બન એફેર્સ વિભાગના માનનીય મંત્રી હરદીપસિંઘ પુરીની ઉપસ્થિતિમાં સમારંભ યોજાયો હતો. આ સમારંભમાં ભાગ લેવા તથા એવોર્ડ સ્વિકારવા રાજકોટ મહાનગરપાલિકાના સેનિટેશન કમિટીના ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા તથા નાયબ પર્યાવરણ અધિકારી ડી.યુ. તુવર દિલ્હી ખાતે ગયા હતા.
ભારત સરકારના સ્માર્ટ સિટી મિશનમાં પસંદગી પામેલા 100 શહેરોમાં વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે. જે તે શહેરની ઓથોરીટીને સ્માર્ટ સિટીના પ્રોજેક્ટસ માટે પ્રોત્સાહન મળી રહે તે આશય સાથે સ્માર્ટ સિટી એમ્પાવરિંગ ઇન્ડિયા એવોર્ડ્સ હેઠળ, શ્રેષ્ઠ પ્રોજેક્ટ હાથ ધરતા શહેરોને આ એવોર્ડ આપવામાં આવે છે.
રાજકોટ શહેરનો ડીસેન્ટ્રલાઇઝડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ અંતર્ગત બીજો નંબર પ્રાપ્ત થયેલા અને ભારત સરકારના હાઉસિંગ અને અર્બન વિભાગના તેમજ સ્માર્ટ સિટી મિશન ડિરેક્ટર કુનાલ કુમારનના હસ્તે સર્ટિફીકેટ એનાયત કરવામાં આવ્યો હતો. જે સેનિટેશન કમિટીના ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા અને નાયબ પર્યાવરણ અધિકારી શ્રી ડી.યુ. તુવરે સ્વીકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...