રાજકોટ પોલીસ દ્વારા 3 કરોડના ખર્ચે અંબા માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર, અંબાજીથી અખંડ જ્યોત આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
3 કરોડના ખર્ચે મંદિરનો જીર્ણોદ્ધાર - Divya Bhaskar
3 કરોડના ખર્ચે મંદિરનો જીર્ણોદ્ધાર
  • અંબા માતાજીના મંદિરમાં અન્ય 31 દેવી-દેવતાઓની મૂર્તિઓની પણ પ્રાણપ્રતિષ્ઠા કરાઇ

રાજકોટ: રાજકોટ શહેર પોલીસ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટરમાં દાયકા પહેલાં બિરાજીત અંબા માતાજીના મંદિરનો 3 કરોડના ખર્ચે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા રાજ્યમાં પ્રથમ નવનિર્મિત મંદિરમાં ગુરુવારે માતાજીની મૂર્તિની ધામધૂમથી પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આજે અંબા માતાજીના મુખ્ય સ્થાનક ગણાતા ગબ્બરથી માતાજીની અખંડ જ્યોત અને મંદિરનીમાટી રાજકોટ મંદિરમાં લાવવામાં આવી હતી. અખંડ જ્યોતને બગીમાં લાવી સામૈયા કરવામાં આવ્યા હતા. જેમાં પોલીસ બેન્ડના તાલે કર્મચારીઓ ગરબે ઘૂમ્યા હતા. આ પ્રસંગે પોલીસ અધિકારી અને પોલીસ પરિવારજનો મોટી સંખ્યામાં ભાવભેર હાજર રહ્યાં હતા. અંબા માતાના મંદિરમાં અન્ય 31 દેવી-દેવતાઓની મૂર્તિઓની પણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

પ્રાણપ્રતિષ્ઠાની સાથે શસ્ત્રપ્રદર્શન પણ રાખવામાં આવ્યું
પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે મંદિરની બાજુમાં અવેરનેસ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં રાજકોટ શહેર ટ્રાફિક શાખા, દુર્ગાશક્તિ ટીમ, સાયબર ક્રાઇમ દ્વારા શસ્ત્ર પ્રદર્શનના જુદા જુદા સ્ટોલો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પ્રદર્શન નીહાળી માહિતી મેળવી હતી. 

અન્ય સમાચારો પણ છે...