રાજકોટ હત્યાકેસ / પૂર્વ પતિની હત્યા કરનાર પત્ની અને બે પ્રેમીની ધરપકડ, હત્યા પછી ત્રણેય લાશ પાસે જ જમ્યા હતા

આરોપી મહિલા અને તેના બે પ્રેમીની ધરપકડ કરાઇ
આરોપી મહિલા અને તેના બે પ્રેમીની ધરપકડ કરાઇ

  • ગુરુવારે મધરાતે છરીના 8 ઘા ઝીંકીને હત્યા કરી હતી
  • શુક્રવારે આખો દિવસ મકાનમાં જ રોકાયા અને શનિવારે મકાન બંધ કરી નાસી ગયા હતા

Divyabhaskar.com

Jul 11, 2019, 01:46 PM IST

રાજકોટ: શહેરના નવાગામ ક્વાર્ટર્સમાંથી આધેડની હત્યા કરાયેલી લાશ મળી આવવાના ચકચારી પ્રકરણમાં આધેડની પૂર્વ પત્નીએ જ તેના બે પ્રેમી સાથે મળી હત્યા કરાવ્યાનો ધડાકો થયો હતો. પોલીસે મહિલા સહિત તેના બે પ્રેમીની ધરપકડ કરી છે. પૂર્વ પતિની હત્યા કરી મહિલા સહિત ત્રણેય લાશ નજીક જ બેસીને ભોજન લીધું હતું.

હત્યા બાદ પત્ની બંને પ્રેમીઓ સાથે લાપત્તા થઇ ગઇ હતી

નવાગામ આવાસના ક્વાર્ટર્સમાં સુરેશ દરજીના મકાનમાંથી મૂળ જામનગરના દિલીપ હમીરભાઇ પરમાર (ઉ.વ.43)ની સોમવારે હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જે મકાનમાંથી લાશ મળી તે મકાનમાં દિલીપની પૂર્વ પત્ની કુસુમ ઉર્ફે માનુ શામજી ગોહેલ રહેતી હતી અને હત્યા બાદ તે લાપતા થઇ ગઇ હતી. પોલીસે પાડોશમાં રહેતા વિજયભાઇ મગનભાઇ ઝાલાની ફરિયાદ પરથી દિલીપની પૂર્વ પત્ની કુસુમ ઉર્ફે માનુ સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પીઆઇ રાવલ સહિતના સ્ટાફે બુધવારે સાંજે કુસુમને ઝડપી લઇ પૂછપરછ કરતાં હત્યાની સિલસિલાબદ્ધ વિગતો બહાર આવી હતી.

ચાર માસ પહેલા છૂટાછેડા થયા હતા

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, દિલીપ ટ્રક ડ્રાઇવિંગ કરતો હતો અને કુસુમ સાથે તેના લગ્ન થયા હતા. ચાર મહિના પૂર્વે બંનેઅ છૂટાછેડા લઇ લીધા હતા અને છૂટાછેડા બાદ કુસુમ નવાગામ ક્વાર્ટર્સમાં સુરેશ દરજીના મકાનમાં રહેવા લાગી હતી અને તેની સાથે તેની મિત્રતા કેળવાઇ હતી, તેમજ જશા કોળી નામના શખ્સ સાથે પણ કુસુમને પ્રેમસંબંધ બંધાયા હતા. છૂટાછેડા બાદ બબ્બે વ્યક્તિ સાથે કુસુમના સંબંધથી દિલીપ ઉશ્કેરાયો હતો અને અગાઉ ચારેક વખત કુસુમ સાથે ઝઘડા કર્યા હતા.

હત્યા કર્યા બાદ લોહીના ડાઘ સુરેશે સાફ કર્યા હતા

ગુરુવારે રાત્રે દિલીપ તેની પૂર્વ પત્ની કુસુમના ઘરે ગયો હતો ત્યારે સુરેશ અને જશો બંને હાજર હતા. જે મુદ્દે માથાકૂટ થતાં કુસુમ, જશો અને સુરેશે મળી છરીના આઠ ઘા ઝીંકી દિલીપને પતાવી દીધો હતો. હત્યા કર્યા બાદ લોહીના ડાઘ સુરેશ સાફ કરી નાખ્યા હતા અને લાશ ઘરમાં આવેલા બાથરૂમમાં મૂકી દીધી હતી. ગુરુવારે મધરાતે હત્યા કર્યા બાદ શુક્રવારે બપોરે કુસુમ, સુરેશ અને જશાએ સાથે ભોજન લીધું હતું અને આખો દિવસ ત્યાં જ રોકાયા હતા. શનિવારે સવારે મકાન બંધ કરી ત્રણેય નાસી ગયા હતા.

X
આરોપી મહિલા અને તેના બે પ્રેમીની ધરપકડ કરાઇઆરોપી મહિલા અને તેના બે પ્રેમીની ધરપકડ કરાઇ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી