રાજકોટ / લવજેહાદ મામલે આરોપી જમીલનાં મૈત્રી કરાર માટે સ્ટેમ્પ લાવનારની ધરપકડ

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

  • મોચીબજાર ખાટકીવાસમાં રહેતા ઇરફાન તારકભાઇ કાથરોટિયાની ધરપકડ

Divyabhaskar.com

Sep 11, 2019, 09:56 AM IST

રાજકોટ:શહેરનાં હનુમાનમઢી વિસ્તારમાં રહેતા યુવકે પોતાનો ધર્મ છુપાવી મૈત્રી કરાર કરી દુષ્કર્મ આચરી અત્યાચાર ગુજારવામાં આવતા યુવતીએ સાતેક દિવસ પૂર્વે આપઘાત કરી લીધો હતો. આ મામલામાં મુખ્ય સૂત્રધાર જમીલને મદદગારી કરનાર ઇરફાન તારકભાઇ કાથરોટિયાને પોલીસે ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા આરોપીએ જમીલનાં મૈત્રી કરાર માટે સ્ટેમ્પ પેપર લઈ આવ્યો હતો.

જમીલની ધમકીનો દોર શરૂ થતાં યુવતીએ કંટાળીને આપઘાત કર્યો હતો
હનુમાનમઢી વિસ્તારના શિવપરામાં રહેતી યુવતીને એ જ વિસ્તારમાં જ રહેતા જમીલ બશીર સોલંકી નામના ઇસમે યુવતી સમક્ષ પોતાના ધર્મની વાત છુપાવી યુવતી સાથે મૈત્રી કરાર કરી તેને ત્રણ દિવસ સુધી ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું હતું. જમીલનાં સકંજામાંથી છૂટેલી યુવતીને તેના પરિવારજનોએ અન્ય સ્થળે સગાઇ કરતા જમીલે યુવતીના મંગેતરને ધમકી આપી હતી અને યુવતી પર પણ ધમકીનો દોર શરૂ કરતાં યુવતીએ કંટાળીને અંતે આપઘાત કરી લીધો હતો.

આરોપી અગાઉ મારામારીના કેસમાં પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યો છે
બનાવમાં પોલીસે જમીલ, તેની માતા, તેને મદદગારી કરનાર તેનો મિત્ર અને વકીલ સામે ગુનો નોંધ્યો હતો. અગાઉ આ પ્રકરણમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. અન્ય એક આરોપી મોચીબજાર ખાટકીવાસમાં રહેતા ઇરફાન તારકભાઇ કાથરોટિયા (ઉ.વ.26)ને પીઆઇ રાવલ સહિતના સ્ટાફે મંગળવારે ઝડપી લીધો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જમીલે યુવતી સાથે લવ રિલેશનશિપ કરાર કર્યા હતાં. તેમાં ઉપયોગમાં લેવાયેલો સ્ટેમ્પ પેપર ઇરફાન લઇ આવ્યો હતો. ઇરફાન અગાઉ મારામારીના કેસમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હતો

.

X
ફાઈલ તસવીરફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી