તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાને લઇ પોલીસની સોશિયલ મીડિયાથી ફરિયાદ નોંધાવવા અપીલ, અરજદારોનું વીડિયો કોલીંગથી નિવેદન નોંધશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સાફ સફાઇ કરાઇ - Divya Bhaskar
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સાફ સફાઇ કરાઇ
  • પોલીસ દરેક પોલીસ સ્ટેશનના ઇ-મેઇલ આઇડી અને કોન્ટેક્ટ નંબર જાહેર કર્યા
  • ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સાફ સફાઇ કરાઇ, PCR વાન, ગાડીઓ ધોઇ

રાજકોટ: કોરોના વાઇરસની દહેશત વચ્ચે રાજકોટ પોલીસે લોકોમાં જાગૃતિ માટે અગત્યનો નિર્ણય લીધો છે. રાજકોટ પોલીસે અરજદારોને સોશિયલ મીડિયા મારફતે અરજી અને ફરિયાદ નોંધાવવા અપીલ કરી છે. સોશિયલ મીડિયાથી અરજદારોનો સંપર્ક કરી વીડિયો કોલિંગથી નિવેદન નોંધશે. તમામ પોલીસ સ્ટેશનોના ઇ-મેઇલ આઇડી અને ટેલિફોન નંબર જાહેર કર્યા છે. તેમજ પોલીસ કમિશનર કચેરીએ ટોળામાં રજૂઆત કરવા નહીં આવવા અપીલ કરી છે. 

પોલીસે ઇ-મેઇલ આઇડી અને નંબર જાહેર કર્યા 
-માલવીયા પોલીસ સ્ટેશન- polstn-malvia-raj@gujarat.gov.in- મો. 9925125013
-પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન- polstn-praduman-raj@gujarat.gov.in-મો.9978999947
-રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન-polstn-rural-raj@gujarat.gov.in-મો.9726589292
-મહિલા પોલીસ સ્ટેશન- polstn-mahila-raj@gujarat,gov.in- મો.9727718082
-DCB પોલીસ સ્ટેશન- polstn-dcb-raj@gujarat.gov.in-મો.9913687500
-ગાંધીગ્રામ-2 (યુની) પોલીસ સ્ટેશન- polstn-gandhi2-raj@gujarat.gov.in- મો.7069817951
-આજીડેમ પોલીસ સ્ટેશન-polstn-aji-raj@gujarat.gov.in-મો. 8469996699
-રાજકોટ શહેર પોલીસ ફેસબુક એકાઉન્ટ- Rajkotpolice
-રાજકોટ શહેર પોલીસ ટ્વીટર એકાઉન્ટ - CP_RajkotCity
-રાજકોટ શહેર પોલીસ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ- Rajkotcitypolice
-સિટીઝમ પોર્ટલ- gujhome.gujarat.gov.in

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સાફ સફાઇ કરાઇ 
કોરોના વાઇરસને લઇને શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સાફ સફાઇ હાથ ધરવામાં આવી હતી. પોલીસ મથકની તમામ ગાડીઓને પાણીથી ધોવામાં આવી હતી. તેમજ તમામ ઓફિસ, લોકઅપ રૂમને પોતા મારી સાફ કરવામાં આવ્યા હતા.  

ફનવર્લ્ડ ચકરડી ઝોન આજથી બંધ
રાજકોટમાં આજથી ફનવર્લ્ડ ચકરડી ઝોન બંધ કરવામાં આવ્યો છે. રાજકોટ મનપા કમિશનરે નિર્ણય લીધો છે. મોલ સંચાલકો સાથે સાંજે બેઠક કરવામાં આવશે. રાજકોટમાં આવેલી મોટા ધાર્મિક સ્થળો પર કે જ્યાં 300થી 500 લોકો આવતા હોય તેની માહિતી પણ મેળવાઇ રહી છે. મંદિર, હવેલીઓ અને ટ્રસ્ટીઓની પણ બેઠક બોલાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...