ધ ગ્રાન્ડ ઠાકર સહિત 12 હોટેલ અને રેસ્ટોન્ટમાં આરોગ્યના દરોડા, 65 કિલો વાસી ખોરાકનો નાશ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો - Divya Bhaskar
અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો
 • ધ ગ્રાન્ડ ઠાકમાંથી પ્રતિબંધિત કલર તથા આજીનો મોટો સહિત 30 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ
 • પ્લેટીનમ હોટેલમાંથી ગ્રીન ચટણી, ભાભા હોટેલમાંથી રીંગણા બટાટાનું શાક અને ધ ગ્રાન્ડ ઠાકરમાંથી કબાબ ચટણીના નમૂના લેવાયા
 • જ્યાં જમવા માટે લોકો લાઈન લગાવે છે તે હોટેલના રસોડા ગંદા-ગોબરા હતા

રાજકોટ: મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આજે શહેરની જાણિતી હોટેલમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જવાહર રોડ પર આવેલી ધ ગ્રાન્ડ ઠાકર, પ્લેટિનમ, ભાભા હોટેલ સહિત 12 હોટેલ અને રેસ્ટોરન્ટમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં પ્લેટીનમ હોટેલમાંથી ગ્રીન ચટણી, ભાભા હોટેલમાંથી રીંગણા બટાટાનું શાક અને ધ ગ્રાન્ડ ઠાકરમાંથી કબાબ ચટણીના નમૂના લેવામાં આવ્યા છે. તેમજ 65.5 કિલો અખાદ્ય સામગ્રીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. તેમજ જવાહર રોડ પર આવેલી હોટ એન્ડ મોર રેસ્ટોરન્ટને હાઇજીન બાબતે નોટિસ ફટકારવામાં આવી છે. 

ધ ગ્રાન્ડ ઠાકર, જવાહર રોડ
પ્રીપેડ ફૂડમાં પ્રતિબંધિત કલર અને આજીનો મોટો (એમ.એસ.જી.) નો ઉપયોગ કરતા હોય તેવું મળી આવ્યું છે. ફ્રિજ તથા કોલ્ડરૂમની સફાઇ, પેરીશેબલ વાસી પડતર ખાદ્યચીજોનો ફ્રિઝમાં સંગ્રહ, કિચનના ભોંયતળીયાની સફાઇ, ઓવરઓલ હાઇજીનીક કન્ડીશન હોવાનું દરોડા દરમિયાન માલુમ પડ્યું હતું

નાશ કરેલી ખાદ્ય સામગ્રી

 • પનીર ટીકા ગ્રેવી-2 કિ.ગ્રા.
 • પાસ્તા નુડલ્સ-5 કિ.ગ્રા.
 • કાપેલા બાફેલા શાકભાજી-4 કિ.ગ્રા.
 • મેક્સીકન ટીકી-2 કિ.ગ્રા.
 • મલાઈ કોફતા-પનીર કોફતા-1 કિ.ગ્રા.
 • સેમી કુકડ પનીર-2 કિ.ગ્રા.
 • રોટી/થેપલા-1 કિ.ગ્રા.
 • સેમી કુકડ બટર- 2 કિ.ગ્રા.
 • રંગોળી પાસ્તા લસણીયા- 1 કિ.ગ્રા.
 • એમ.એસ.જી. તથા કલરની ડબી-800 ગ્રામ
 • મકાઈ - 1 કિ.ગ્રા.
 • ઢોસા ચટણી- 2 કિ.ગ્રા.
 • મીઠી ચટણી-મસાલા ચટણી-5 કિ.ગ્રા.
 • મંચુરિયન- 2 કિ.ગ્રા.

હોટલ પ્લેટીનમ, જવાહર રોડ
જવાહર રોડ પર આવેલી હોટલ પ્લેટિનમમાં દરોડા દરમિયાન કિચનમાં કામ કરનાર સ્ટાફની વ્યક્તિગત  આરોગ્ય-ફિટનેસ સર્ટી રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે. તેમજ ફ્રિજમાં બિનજરૂરી સંગ્રહ કરેલ વાસી પડતર પેરીશીબલ ખાદ્યચીજનો નાશ કરવાની સૂચના આપવામાં આવી છે. આ હોટેલમાં બાફેલા બટાટા, મંચુરીયન, ચટણી, પ્રિપેર્ડ સબ્જી, બાંધેલો લોટ સહિત 19.5 કિલોનો નાશ કરવામાં આવ્યો છે.

હોટલ ભાભા, જવાહર રોડ
જવાહર રોડ પર આવેલી ભાભા હોટેલમાં દરોડા દરમિયાન કિચનમાં મચ્છર જાળી નંખાવવી, કર્મચારીના મેડિકલ સર્ટી રજૂ કરવા, શાકભાજીને સોર્ટીગ્સ કરીને સંગ્રહ કરવાની સૂચના આપવામાં આવી છે. આ હોટલમાં ડુંગળી અને બટાટા સહિત 3 કિલોનો નાશ કરવામાં આવ્યો છે. હોટ એન્ડ મોર રેસ્ટોરન્ટમાં એક્સપાયરી થયેલી રેડચીલી સોસ નંગ 8 અને ફ્રિઝમાં ખુલ્લું રાખેલું ચીકન સહિત 13 કિલોનો નાશ કરવામાં આવ્યો છે. આ સિવાય સરગમ ફુડ, બેચલર્સ કિચન, ફ્રેન્ડસ ઢોસા સેન્ટર, ટેમ્પટેશન રેસ્ટોરન્ટ, લોર્ડસ બેન્કવેટ રેસ્ટોરન્ટ, રાજસ્થાન ફુલ્ફી, 4 સીઝન્સ રેસ્ટોરન્ટ અને સહજાનંદ રેસ્ટોરન્ટમાં દરોડા પાડવામાં આવ્યા હતા. 

રાજકોટમાં ડેન્ગ્યુના વધુ 66 કેસ નોંધાયા 
રાજકોટમાં એક તરફ રોગચાળાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે રાજકોટની હોટલમાં વાસી ખોરાક ગ્રાહકોને પીરસવામાં આવી રહ્યો છે. રાજકોટમાં ડેન્ગ્યુના વધુ 66 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના ચોપડે આ કેસ નોંધાયા છે. 

છેલ્લા એક અઠવાડિયામાં 24 હજાર ઘરોમાં સર્વે કરવામાં આવ્યો
મ્યુનિસિપલ કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મનપાની આરોગ્ય શાખામાં છેલ્લા અઠવાડીયામાં સામાન્ય શરદી ઉધરસ તાવના કેસ 406, ઝાડા-ઉલ્ટીના 367, ટાઇફોઇડ તાવના 5, ડેન્ગ્યુના 66 તથા મેલેરીયાના 4, અન્ય તાવના કેસ 24 સહિત કુલ 800થી વધુ કેસ નોંધાયા છે. શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મેલેરિયા વિભાગ દ્વારા 24 હજાર ઘરોમાં સર્વે કરવામાં આવ્યો હતો. 8 હજાર ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. મચ્છર ઉત્પત્તી બાબતે 161ને નોટિસ ફટકારવામાં આવી હતી.

વ્યક્તિગત આરોગ્ય સર્ટિફિકેટ રજૂ કરવા આદેશ
હોટેલ પ્લેટિનમમાં ફ્રીઝમાં વાસી ખોરાકનો સંગ્રહ કરવામાં આવ્યો હતો અને બાફેલા બટેટાં, મંચૂરિયન, ચટણી, પ્રીપેર્ડ સબ્જી, બાંધેલો લોટ સહિતની 19.5 કિલો ખાદ્ય સામગ્રીનો નાશ કરી ગ્રીન ચટણીનો નમૂનો લેવામાં આવ્યો છે. હોટેલ ભાભામાં કિચનમાં મચ્છરની જાળી નાખવા સૂચના આપી હતી અને 3 કિલો વાસી ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો અને રીંગણા બટેટાના શાકનું સેમ્પલ લેવામાં આવ્યું હતું.  હોટેલ એન્ડ મોર રેસ્ટોરન્ટમાંથી 13 કિલો વાસી એક્સપાયરી થયેલો રેડચિલી સોસ, ચિકન સહિતની સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગે આ ઉપરાંત સરગમ ફૂડ કસ્તુરબા રોડ, બેચલર્સ કિચન, ફ્રેન્ડસ ઢોસા સેન્ટરમાં ચેકિંગ કરી લાઇસન્સ માટે અરજી કરવા, સ્ટાફની વ્યક્તિગત આરોગ્ય ફિટનેસ સર્ટિ. રજૂ કરવા સૂચના આપી હતી. ટેમ્પટેશન રેસ્ટોરન્ટ, લોર્ડસ બેન્કવેટ, રાજસ્થાન કુલ્ફી, 4 સિઝન્સ રેસ્ટોરન્ટ, સહજાનંદ રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ કંઇ શંકાસ્પદ મળ્યું નથી.

આજીનોમોટોથી આવું નુકસાન થાય
મોનો સોડિયમ ગ્લુટામેટ (એમએસજી) એટલે આજીનોમોટો. જાપાની કંપનીનું નામ આજીનોમોટો છે. જે એક એસિડ છે અને ખોરાકમાં તમતમતો સ્વાદ આપે છે. દેખાવે ખાંડ જેવો સફેદ હોય છે. સ્વાદગ્રંથિને આજીનોમોટો નુકસાન કરે છે અને સડેલું કે ખરાબ ભોજન હોવા છતાં તેનો સ્વાદ ખરાબ આવતો નથી. આજીનામોટાથી શ્વાસ, બ્લડપ્રેશર, વંધ્યત્વ, ડાયાબિટીસ સહિતની ગંભીર બીમારી થઇ શકે છે.