તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંજૂરી વગર ચાલતી ડમી ખાનગી સ્કૂલ ઝડપાઇ, જિલ્લા શિક્ષણાધિકારીએ કાર્યવાહી હાથ ધરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસદણ નજીક આવેલી સ્કૂલ - Divya Bhaskar
જસદણ નજીક આવેલી સ્કૂલ

રાજકોટ: રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીની મંજૂરી લીધા વગર જસદણના લીલાપુર ગામ નજીક અલ્ટ્રા માય સ્કૂલ ચાલી રહી હતી. આ સ્કૂલમાં ધો.9ના 4 વર્ગ, ધો.10ના 2 બે વર્ગ અને ધો.11ના 2 વર્ગ ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહ્યા હતા. આ માટે કોઇ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નહોતી. આથી જિલ્લા શિક્ષણાધિકારીએ આ અંગે રાજ્ય શિક્ષણ બોર્ડને રિપોર્ટ કર્યો છે.

શું કહે છે જિલ્લા શિક્ષણાધિકારી

જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયના જણાવ્યા મુજબ આ શાળા જસદણ-અમદાવાદ હાઇવે પર આવેલી છે. આ વર્ષથી જ માન્યતા વગર એડમિશન આપી દીધાનું માલુમ પડ્યું હતું. જેને લઇ ગઇકાલથી ચેકિંગ કર્યું હતું. કુલ 400 વિદ્યાર્થીઓને એડમિશન આપી દીધા હતા. આ શાળાને નોટિસ ફટકારીને રાજ્ય શિક્ષણ બોર્ડને રિપોર્ટ સોપવાની તજવીજ શરૂ કરી દેવાઇ છે. સમય મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. લીલાપરના વતની જ સંચાલકો છે. હાલ વધુ તપાસ ચાલુ છે.