તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થર્ટી ફર્સ્ટ પહેલા જ પોલીસે ગવરીદળ પાસે 29.23 લાખના વિદેશી દારૂ ભરેલી ટ્રક પકડાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે કુલ રૂ. 44,33,700નો મુદ્દામાલ કબ્જે કર્યો
 • 31 ડિસેમ્બરે શરાબની રેલમછેલ થાય તે પહેલાં જ કાર્યવાહી
 • ફાળદંગ પાસેથી શરાબ ભરેલી બોલેરો કાર સાથે બે ઝબ્બે

રાજકોટ: થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે પ્યાસીઓની પ્યાસ બુઝાવવા નાના-મોટા બૂટલેગરો મેદાનમાં આવી ગયા છે. દારૂની બદીને ડામવા અને કડક કાર્યવાહી કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના અંતર્ગત ક્રાઇમ બ્રાંચ તથા શહેર પોલીસની ટીમો રોજબરોજ દરોડા પાડી રહી છે. એ દરમિયાન ક્રાઇમ બ્રાંચે ચોક્કસ બાતમીના આધારે મોરબી રોડ ગવરીદળથી રૂ. 29 લાખ 23 હજારનો દારૂના જથ્થા ભરેલા ટ્રક સાથે બે રાજસ્થાની શખ્સને ઝડપી લીધા છે. આ દારૂ કોને પહોંચાડવાનો હતો? તે અંગે તપાસ થઇ રહી છે. પોલીસે કુલ રૂ. 44,33,700નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

બંને શખ્સો રાજસ્થાનથી દારૂનો ટ્રક લઇ આવ્યા હતા
ક્રાઇમ બ્રાંચની ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે આરજે 18 જીબી-0041 નંબરનો બંધ બોડીનો ટ્રક રાજસ્થાન તરફથી રાજકોટની હદમાં આવ્યો છે અને મોરબી રોડ પર ગવરીદળ તરફથી નીકળવાનો છે. આ બાતમી પરથી વોચ રખાતાં રાતે એકાદ વાગ્યે બાતમી મુજબનો ટ્રક આવતાં તેને અટકાવી તલાશી લેવામાં આવતાં અંદરથી રૂ. 29,23,200નો 7308 બોટલ (609 પેટી) દારૂ મળતાં તે તથા 15 લાખનો ટ્રક અને 10.500ના ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂ. 44,33,700નો મુદ્દામાલ કબ્જે કરી ટ્રકમાં બેઠેલા બે શખ્સો ભીખારામ સાજનરામ પુનીયા અને દિનેશ ભાખરારામ પવારની ધરપકડ કરી હતી. આ બંનેના કહેવા મુજબ પોતે રાજસ્થાનથી દારૂ ભરીને આવ્યા હતાં. રાજકોટ પહોંચ્યા પછી ફોન આવે એને આ જથ્થો આપવાનો હતો. દારૂ કોણે મોકલ્યો? કોને આપવાનો હતો? તે સહિતના મુદ્દે તપાસ થઇ રહી છે.

બંનેની પૂછપરછ ચાલુ
પોલીસે શરાબ, ટ્રક મળી કુલ રૂ.44.33 લાખનો મુદ્દામાલ કબજે કરી રાજસ્થાનના ચાલક, ક્લીનરની ધરપકડ કરી હતી અને વિશેષ પૂછપરછ કરવા આગામી તા.13ની બપોર સુધી પોલીસ રિમાન્ડ પર મેળવ્યા છે. પૂછપરછમાં બંને શખ્સને રાજસ્થાનના દિનેશ મારવાડી નામના શખ્સે રાજસ્થાનના સાંચોરથી શરાબ ભરેલી ટ્રક આપી હતી. બાદમાં વોટ્સએપ કોલથી લીંબડી અને ત્યાંથી રાજકોટ તરફ ટ્રક હંકારી જવાની સૂચના અપાઇ હતી. ત્યાર બાદ જૂનાગઢના શખ્સ શરાબ ભરેલી ટ્રક લઇ જશે તેવી સૂચના આપી હતી, પરંતુ તે પહેલાં જ તેઓ પકડાઇ ગયાની ટ્રકના ચાલક, ક્લીનરે કબૂલાત આપી છે. પોલીસે શરાબ ક્યા મોકલવાનો હતો, કોણે મગાવ્યો હતો તે સહિતની વિગતો બહાર લાવવા બંને શખ્સની પૂછપરછનો દોર ચાલુ રાખ્યો છે. અન્ય બનાવમાં ફાળદંગથી ખેરડી જવાના માર્ગ પરથી કુવાડવા રોડ પોલીસે રૂ. 2.11 લાખની કિંમતની 528 બોટલ ભરેલો બોલેરો  પકડી પાડી છે. બોલેરો સાથે લોંઠડા ગામના મયૂર પરબતભાઇ બારૈયા અને હરેશ જેરામ મેણિયાને ઝડપી લીધા હતા. પોલીસે રૂ. 6.31 લાખનો મુદ્દામાલ કબજે કરી બન્નેની પૂછપરછ હાથ ધરી છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો