તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થર્ટી ફર્સ્ટ પહેલા 15.76 લાખના દારૂ સાથે એક શખ્સની ધરપકડ, ટ્રકમાં લોખંડનું બોક્સ બનાવી 4212 બોટલ ભરી હતી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રકમાં લોખંડનું બોક્સ બનાવી દારૂ ભર્યો હતો અને એક શખ્સની ધરપકડ - Divya Bhaskar
ટ્રકમાં લોખંડનું બોક્સ બનાવી દારૂ ભર્યો હતો અને એક શખ્સની ધરપકડ
 • પોલીસે બાતમીના આધારે જૂના માર્કેટિંગ યાર્ડ પાસેથી ટ્રકને ઝડપી પાડ્યો

રાજકોટ: થર્ટી ફર્સ્ટ નજીક આવી રહી છે ત્યારે અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં વિદેશી અને ભારતીય બનાવટના દારૂને ઘૂસાડવા બૂટલેગરો અવનવી તરકીબો અપનાવી રહ્યા છે. ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 15.76 લાખના દારૂ ભરેલા ટ્રક સાથે રાજસ્થાનના હમુમાનરામ વીરમારામ જાટ નામના શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રકની અંદર તપાસ કરતા લોખંડના બોક્સમાં 4212 દારૂની બોટલ મળી આવી હતી. 

પોલીસે કુલ 29,77,200 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો
પોલીસે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ પાર્ટી સ્પેશિયલ ડીલક્સ વ્હીશ્કીની 750 એમ.એલની સીલ પેક 2532 બોટલ, મેકડોવલ્સ નં.1, વ્હીશ્કીની 750 એમએલ કંપનીની સીલ પેક 1560 બોટલ અને રોયલ ચેલેન્જ વ્હીશ્કીની 750 એમએલની સીલ પેક 120 બોટલ કબ્જે કરી છે. આ ઉપરાંત ટ્રક, મોબાઇલ સહિત 29,77,200 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે બાતમીના આધારે જૂના માર્કેટિંગ યાર્ડનો પુલ પુરો થતા નેશનલ હાઇવે નં.27 પર ખોડિયાર સર્વિસ સ્ટેશનની બાજુમાં ટ્રક નીકળ્યો હતો. પોલીસને શંકા જતા તલાશી લેતા તેમાંથી દારૂ મળી આવ્યો હતો.  ક્રાઇમ બ્રાન્ચને મળેલી માહિતીના આધારે આ વિદેશી દારૂનો જથ્થો રાજકોટના નામચીન બૂટલેગર ફિરોઝ મેણુ સિંધી દ્વારા મંગાવવામાં આવ્યો હતો. 

રાજકોટ પોલીસે છેલ્લા 10 દિવસમાં 45 લાખનો દારૂ ઝડપ્યો
ઉલ્લેખનીય છે કે ગત 11 ડિસેમ્બરના રોજ કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતા ગૌરીદળ ગામની સીમમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 29.33 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ભરેલ ટ્રક કબ્જે કરી હતી. તો સાથે જ ટ્રકમાં રહેલ બે શખ્સોની ધરપકડ પણ કરી હતી. ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 29.33 લાખના વિદેશી દારૂ સહિત કુલ 44 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આમ છેલ્લા દસ દિવસમાં જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 45 લાખના વિદેશી દારૂ સહિત 73 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો