કેટલી હેલ્થ પરમિટ રિન્યૂ થઇ તે યાદી સિવિલે આપી જ નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભ્રષ્ટાચાર અંગે તપાસ શરૂ, પરમિટધારકોનો સંપર્ક કરી પૈસાના વહીવટની માહિતી લેવાશે

રાજકોટ: રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હેલ્થ પરમિટ રિન્યૂ કરવામાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાની સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ સામે તપાસ શરૂ થઇ છે. જેમાં હજુ સુધી પરમિટધારકોની યાદી આપવામાં આવી નથી.
સરકારને છ માસ પહેલા અરજી આવી હતી જેમાં સિવિલ હોસ્પિટલમાં પરમિટ રિન્યૂ કરવામાં તબીબી અધિક્ષક દ્વારા ભ્રષ્ટાચાર આચરાતો હોવાનો આક્ષેપ કર્યો હતો. સરકારને વખતો વખત અલગ અલગ વિભાગોમાંથી પણ આ ફરિયાદો મળતા અંતે તબીબી અધિક્ષક અને નશાબંધી શાખાના અધિકારીઓ સામે તપાસ કરવાનો હુકમ કર્યો છે. ગાંધીનગરથી જ આ તપાસની દોરવણી થઇ રહી છે અને તપાસ શરૂ થતાં જ સરકારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી કેટલા લોકોની પરમિટ રિન્યૂ કરવામાં આવી તે તમામ વિગતો માગી છે. જોકે આ યાદી હજુ સુધી સરકારમાં પહોંચાડવામાં આવી નથી.
 
સિવિલમાં આ યાદી આવે ત્યારબાદ અલગ અલગ જિલ્લા અને તાલુકાઓના આ પરમિટધારકોનો સંપર્ક કરીને કઇ રીતે તેમની પરમિટ રિન્યૂ કરવામાં આવી તે પણ પૂછવાની ગતિવિધિઓ ચાલી રહી છે, પણ હજુ સુધી તબીબી અધિક્ષક ડો. મનીષ મહેતાએ રેકોર્ડ ન આપતા તપાસ આગળ વધી નથી.

અન્ય સમાચારો પણ છે...