તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot Announces Two More New Bridges, Demand For Rs 376 Crore Government For 8 Bridges

રાજકોટમાં વધુ બે નવા બ્રિજની જાહેરાત, 8 બ્રિજ માટે 376 કરોડની સરકાર પાસે માગણી

10 મહિનો પહેલા
 • કૉપી લિંક
રાજકોટ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર
 • મનપાના ગત બજેટમાં જાહેર કરેલા બ્રિજના હજુ ઠેકાણા નથી ત્યાં પદાધિકારીઓની નવી જાહેરાત
 • 150 ફૂટ રિંગ રોડ ઉમિયા ચોક, ગ્રીનલેન્ડ ચોકડી અને જડ્ડુસ રેસ્ટોરન્ટ પાસે ઓવરબ્રિજ બનાવાશે

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ શહેરમાં ઉમિયા ચોક 150 ફૂટ રિંગ રોડ, ગ્રીનલેન્ડ ચોકડી અને કાલાવડ રોડ પર જડ્ડુસ રેસ્ટોરન્ટ પાસે ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરી છે. અગાઉ જાહેર કરેલા બ્રિજની કામગીરી ગોકળગતિએ ચાલી રહી છે ત્યારે વધુ સ્થળોએ બ્રિજ બનાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે. મનપાના પદાધિકારીઓએ રાજ્ય સરકાર પાસે શહેરમાં જુદા જુદા છ સ્થળે બ્રિજ બનાવવા માટે 376 કરોડ રૂપિયાની ગ્રાંટ માગી છે. અત્રે નોંધનીય છે કે, આગામી ડિસેમ્બર 2020માં કોર્પોરેશનની ચૂંટણી પણ છે ત્યારે પદાધિકારીઓએ શહેરમાં બ્રિજ બનાવવાની જાહેરાતો કરી છે.

કમિટીની બેઠકમાં ઠરાવ મંજૂર કરી સરકારને મોકલાશે
રાજકોટના મેયર બિનાબેન આચાર્ય અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડે શહેરમાં વધુ ત્રણ સ્થળે ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરી હતી. સોમવારે બન્ને પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, શહેરમાં ઉમિયા ચોક 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ પર જડ્ડુસ રેસ્ટોરન્ટ પાસે અને ગ્રીનલેન્ડ ચોકડી ખાતે ઓવરબ્રિજ બનાવવામાં આવશે. અગાઉ સરકાર સમક્ષ પાંચ બ્રિજ માટે ગ્રાંટની માગણી કરી હતી ત્યારે હવે તેમાં વધુ ત્રણ બિજનો ઉમેરો થયો છે. આ બ્રિજના પ્રિ-ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવા અને બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે દરખાસ્ત મોકલી દીધી છે અને આગામી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ ઠરાવ મંજૂર કરી રાજ્ય સરકાર સમક્ષ મોકલી અપાશે. મનપાના છેલ્લા પાંચથી છ વર્ષના બજેટમાં પ્રતિ વર્ષ બ્રિજ બનાવવાની જાહેરાત કરાઈ છે અને વર્ષ પૂરું થાય ત્યાં સુધી કામ શરૂ થતા નથી. 

મનપાએ ક્યા બ્રિજ માટે કેટલી ગ્રાંટ માગી

 • ઉમિયા ચોક રૂ.50 કરોડ
 • ગ્રીનલેન્ડ ચોકડી રૂ.50 કરોડ
 • જડ્ડુસ રેસ્ટોરન્ટ પાસે રૂ.50 કરોડ
 • નાનામવા ચોક રૂ.40 કરોડ
 • કે.કે.વી. ચોક અંડરબ્રિજ રૂ.30 કરોડ
 • સોરઠિયાવાડી સર્કલ રૂ.32 કરોડ
 • રામાપીર ચોકડી રૂ.40 કરોડ
 • હોસ્પિટલ ચોક રૂ.84.71 કરોડ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો