ચોમાસું / ખાંભાના નિંગાળા ગામમાં 2 કલાકમાં 7 ઈંચ અને ગીરગઢડાના ધોકડવામાં 7 ઇંચ વરસાદ, રાજકોટમાં ઝરમર

ખાંભા તાલુકાના નિંગાળા ગામમાં 2 કલાકમાં 7 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી જ પાણી
ખાંભા તાલુકાના નિંગાળા ગામમાં 2 કલાકમાં 7 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી જ પાણી
ઠેર-ઠેર પાણી ભરાયા
ઠેર-ઠેર પાણી ભરાયા
ST બસ ફસાઈ
ST બસ ફસાઈ
ત્રણ મકાનની દિવાલ ધરાશાયી
ત્રણ મકાનની દિવાલ ધરાશાયી

  • ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ચોથા દિવસે મેઘો મહેરબાન
  • જૂનાગઢમાં એક કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો, ઠેર ઠેર પાણી ભરાયા 

Divyabhaskar.com

Sep 10, 2019, 06:35 PM IST

રાજકોટ/ખાંભા:રાજકોટમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે બપોર બાદ શહેરમાં ઝરમર વરસાદ શરૂ થયો. જેને લઈને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બીજી તરફ ખાંભા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં સતત ચોથા દિવસે મેઘમહેર થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખાંભાના રાયડી ડેમ પર 2 કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ખાંભા તાલુકાનાં ડેડાણ, ત્રાકુંડા, મુજીયાસર, કાતર, ભુંડણી, નાના બારમણ, માલકનેશ, મોટા બારમણ અને જીવાપરમાં ધોધમાર તેમજ ધીમીધારે વરસાદ વરસ્યો હતો.ગીરગઢડાના નગડીયા, જસાધાર, ભાચા, વચલી, વડલી સહિતના ગામોમાં ધોધમાર વરાસદ પડ્યો હતો. ધોકડવામાં બે કલાકમાં 7 ઇંચ વરસાદ નોંધાયો હતો. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. રાવલ ડેમના 6 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. વરસાદના પગલે રાવલ ડેમ પાણીની આવક વધી હતી. આથી 15થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.

ખાંભાના નિંગાળા ગામમાં 2 કાલકમાં 7 ઇંચ

ખાંભા તાલુકાના નિંગાળા ગામે 2 કલાકમાં 7 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદથી ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ગામની બજારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા. સીમમાં ચારવા ગયેલી ભેંસો અને ગાયને ગામમાં લવવા માટે ગ્રામજનોએ પાણીની વચ્ચે આડશ કરી હતી.

રાયડી ડેમ ઉપર 2 કલાકમાં 6 ઈંચ વરસાદ


ખાંભા તાલુકાના રાયડી ડેમ ઉપર 2 કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેથી રાયડી ડેમ ઓવરફ્લો થવામાં હવે 1 જ ફૂટ બાકી છે. ભારે વરસાદના પગલે રાયડી નદીમાં ઘોડાપુર આવ્યુ છે. જેથી નિચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ખાંભાના બારમણ, ચોત્રા, કનાથરિયા, મીઠાપુર, નાગેશ્રી ગામોને એલર્ટ કરવામાં આવ્યાં આવ્યા છે. આ સાથે ડ ડેડાણ ગામમાં પણ 1 કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.

ભારે વરસાદનાં કારણે ધોવાણ થયેલા રસ્તા પર ST બસ ફસાઈ


ખાંભા અને સાવરકુંડલાને જોડાતા ભાડ ગામ પાસે પુલની બંને સાઇડોનું હાલમાં જ પડેલા ભારે વરસાદનાં કારણે ધોવાણ થયેલ છે. ત્યારે આ પુલની સાઈડ પર આજે એક ST બસ ફસાઈ હતી. જો કે ગ્રામજનોની મદદ વડે ST બસને બહાર કાઢવામાં આવી હતી. ગ્રામજનો અને ગ્રામપંચાયતના સહકારથી બંને સાઇડ પર આજે મેટલ પાથરવામાં આવી હતી. જેથી વાહનચાલકોને થોડાક અંશે રાહત થઈ હતી.

ત્રણ મકાનની દિવાલ ધરાશાયી, કોઈ જાનહાની નહી


ખાંભા તાલુકામાં ઉમરીયા ગામે ભારે વરસાદના કારણે ત્રણ મકાનની દિવાલ ધરાશાયી થતાં લોકો બેઘર બન્યા છે. જો કે દિવાસ ધરાશાયી થતાં કોઈ જાનહાની થઈ નથી. દિવાલનો ભાગ રસ્તાઓ વચ્ચે પડતા રસ્તાઓ થોડવાર માટે બંધ કરવામાં આવ્યો હતો.

ગીર પંથકમાં ધોધમાર વરસાદ


કોડીનારનાં ગ્રામ્ય વિસ્તારોમા મુશળધાર વરસાદ શરૂ થયો હતો. કોડીનારનાં અરણેજ ફાચરિયા, સિંધાજ ગીર દેવળી, ઘાટવડ શુગાળા, નગડલા, ગીર દેવળી કાંટાળા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. વેરાવળનાં ઈદ્રોય, પડવા, ભેટાળી, કોડીદ્રા, માથાશુરીયા, કુકરાસ, લુભા, ખંઢેરી અને આજુબાજૂનાવિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જ્યારે તાલાલાનાં ગીર અને ગ્રામ્ય વિસ્તારના વિઠ્ઠલપુર, વડાલા, જાવનતરી, રાયડી અને વિઠ્ઠલપુર ગામમાં વરસાદ પડ્યો હતો.

(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા/જયેશ ગોંધીયા, ઉના)

X
ખાંભા તાલુકાના નિંગાળા ગામમાં 2 કલાકમાં 7 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી જ પાણીખાંભા તાલુકાના નિંગાળા ગામમાં 2 કલાકમાં 7 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી જ પાણી
ઠેર-ઠેર પાણી ભરાયાઠેર-ઠેર પાણી ભરાયા
ST બસ ફસાઈST બસ ફસાઈ
ત્રણ મકાનની દિવાલ ધરાશાયીત્રણ મકાનની દિવાલ ધરાશાયી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી