તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરશિયાળે જામનગર, રાજકોટ અને માંગરોળમાં ધીમી ધારે વરસાદ, જીરૂ, ચણા, ઘઉં સહિતના પાકોને નુકસાન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંગરોળમાં રસ્તાઓ પર પાણી વહ્યા - Divya Bhaskar
માંગરોળમાં રસ્તાઓ પર પાણી વહ્યા
 • જગતનો તાત ફરી મુશ્કેલીમાં મુકાયો, વરસાદથી વાતાવરણમાં શીતલહેર પ્રસરી

રાજકોટ: રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે સોમવારે વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજકોટમાં છાંટા પડ્યા હતા. તો જામનગર, પડધરી, દ્વારાકા, દ્વારકા સહિતના પંથકમાં ધીમી ધારે વરસાદ પડતા જગતનો તાત ફરી મુશ્કેલીમાં મુકાયો છે. હાલ જીરૂ, ચણા, ઘઉં અને ડુંગળીનો પાક વાવેલો હોય નુકસાન પહોંચતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ છે. ભરશિયાળે વરસાદ પડતા વાતાવરણમાં વધુ ઠંડી જોવા મળી રહી છે. 

માંગરોળમાં રસ્તાઓ પર પાણી વહ્યા 
જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં બસસ્ટેન્ડ, ટાવરચોક સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વરસાદી છાંટા પડ્યા હતા. મોરબી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. એક તરફ ગાઢ ધુમ્મસ અને બીજી તરફ વરસાદથી ખેડૂતો પર પડ્યા પર પાટા સમાન સ્થિતિ સર્જાઇ છે. 
 

મગફળી અને કપાસનો પાક નિષ્ફળ ગયો હતો
અગાઉ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં કપાસ અને મગફળીનો પાક કમોસમી વરસાદને કારણે નિષ્ફળ ગયો હતો. આથી ખેડૂતોને ઘઉં, ચણા, જીરૂ અને ડુંગળીના પાક સારી રીતે તૈયાર થશે તેવી આશા હતી. પરંતુ આજે વરસાદ પડતા તેને પણ નુકસાન થયું છે. 

ગીરસોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં વરસાદ
ગીરસોમનાથ અને વેરાવળ સહિતના આજુબાજુના ગ્રામ્ય પંથકમાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળો વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો હતો. તાલાલામાં કમોસમી વરસાદના ઝાપટા પડતા કેરીના પાકને નુકસાન થવાની શક્યતા છએ. ધોરાજીમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે

અમરેલી પંથકના વાતાવરણમાં પલ્ટો
અમરેલીના બગસરામાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. અહીં ઝરમર વરસાદ વરસ્યો હતો. તેમજ રાજુલા અને સાવરકુંડલા હાઇવે પર ગાઢ ધુમ્મસની ચાદર છવાઇ જતા વાહનચાલકોમાં મુશ્કેલી જોવા મળી હતી.

(જયેશ ગોંધિયા, ઉના/જયદેવ વરૂ, અમરેલી)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો