તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બપોર સુધી ભીંજાયું રાજકોટ, સાંજે માણી ભજિયાની મોજ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઈન્દિરા સર્કલથી રૈયા ટેલિફોન એક્સચેન્જ સુધી ટ્રાફીકના ચક્કાજામ
  • બે ઇંચ જેટલા સામાન્ય વરસાદમાં 100થી વધુ સ્થળો પર પાણી ભરાયાં
  • બુધવાર અને શુક્રવારે વરસાદની આગાહી

રાજકોટઃ શહેરને મંગળવારે મેઘરાજાએ જયારે હળવા હાથે હેત કરવાનું શરુ કર્યું ત્યારે શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એકસચેન્જથી ઈન્દિરા સર્કલ સુધીના માર્ગ પર બપોરના 2 વાગ્યાના સમયે વાહનોની લાંબી કતારે ટ્રાફિકજામ જેવી સ્થિતિ સર્જી દીધી હતી. વાયુ વાવાઝોડું લો પ્રેશરમાં ફેરવાઈ ગયું છે. જેની અસરના પગલે રાજકોટમાં મંગળવારે સવારથી મોસમનો પહેલો વરસાદ શરૂ થયો હતો અને સાંજ સુધી વરસાદી માહોલ રહ્યો હતો. રાજકોટમાં એકથી લઈને પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. પ્રથમ વરસાદે શહેરના કેવડાવાડી રોડ, ગુરુપ્રસાદ ચોક, શાસ્ત્રીમેદાન, લીમડા ચોક સહિત અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું.


100 સ્થળે પાણી ભરાયાં
બે ઇંચ જેટલા સામાન્ય વરસાદમાં 100થી વધુ સ્થળો પર પાણી ભરાયાં હતાં. શહેરના તમામ મુખ્ય માર્ગો પર વરસાદમાં પાણી ભરાયાં હતાં. આ ઉપરાંત અનેક સોસાયટીમાં કાદવ–કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સામાન્ય વરસાદમાં પણ મનપાની પ્રી–મોન્સૂનની કામગીરીની પોલ ખૂલી ગઇ હતી.

બુધવાર અને શુક્રવારે વરસાદની આગાહી
બુધવારે સવારે 8.30 થી લઈને સાંજના 6.30 સુધી અને શુક્રવારે સવારે 10.30 થી લઈને સાંજના 6.30 સુધી વરસાદ આવશે અને આવતા અઠવાડિયે તાપમાન પણ હળવું રહેશે તેવી આગાહી છે.

કેટલું તાપમાન રહેશે

બુધવાર 35
ગુરુવાર 34
શુક્રવાર 33
શનિવાર 36
રવિવાર 37
સોમવાર 38
મંગળવાર 39