તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Professors Who Do Not Make Students The Future Of The Country Do Not Allow CCTV Cables In The Building

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાર્થીને દેશનું ભવિષ્ય બનાવતા પ્રોફેસરો ભવનમાં CCTVના કેબલ નાંખવા દેતા નથી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી - ફાઇલ તસવીર - Divya Bhaskar
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી - ફાઇલ તસવીર
 • પ્રાઈવસીના નામે શિક્ષણવિદો અવનવા બહાના કાઢી રહ્યા છે
 • CCTV ફિટ કરાવવા ફરજિયાત છે પણ 14 ભવનના વડા વીસીને પણ ગાંઠતા નથી

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીઓની પજવણીના વધતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી વીસી-પીવીસીએ તમામ ભવનોમાં અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તથા અધ્યાપકોની ચેમ્બરમાં સીસીટીવી કેમેરા ફિટ કરાવવાની જાહેરાત કરી રહ્યા છે. ‘શેઠની શિખામણ ઝાંપા સુધી’ કહેવતની જેમ યુનિવર્સિટીમાં ‘કુલપતિની શિખામણ ઝાંપા સુધી’ની જેમ 14 ભવનના વડાઓએ સીસીટીવી કેમેરા ફિટ કરવાની વાત તો દૂર પણ કેબલિંગ કરવાનો પણ કમ્પ્યૂટર વિભાગને ઇનકાર કરી દીધો છે. આ બાબતે કુલપતિને કમ્પ્યૂટર વિભાગે લેખિત  જાણ કરી હોવા છતાં હજુ સુધી એકપણ ડિપાર્ટમેન્ટના વડાને કુલપતિ ડો.નીતિન પેથાણી સીસીટીવી કેમેરા ફિટ કરાવવાની ફરજ પાડી શક્યા નથી. બાયોસાયન્સ ભવન તથા અર્થશાસ્ત્ર ભવનના વિદ્યાર્થિનીની પજવણી પ્રકરણ બાદ તમામ ભવનમાં સીસીટીવી કેમેરા નાખવાનો નિર્ણય લેવાયો હતો.  આ  નિર્ણયને એક વર્ષ કરતા વધુ સમય વીતી જવા છતાં હજુ સુધી 14 ભવનના વડાઓએ સીસીટીવી કેમેરા તો દૂર પણ તેનું કેબલિંગ કરવાનો પણ ઇનકાર કરી દીધો છે. અમુક ભવનના વડાઓએ તો કમ્પ્યૂટર વિભાગના સ્ટાફને કુલપતિનો લેખિત આદેશ લઇ આવો તેવું પરખાવી દીધું હતું.

આ ડિપાર્ટમેન્ટમાં કેબલિંગ કરવાનું બાકી
જર્નલિઝમ, હિન્દી, સાઇકોલોજી, ઇતિહાસ, બાયોસાયન્સ, અંગ્રેજી, ફિઝિક્સ, લાઇબ્રેરી સાયન્સ, કાયદા, એજ્યુકેશન, યુજીસી એચઆરડીસી, ઇલેક્ટ્રોનિક્સ મેનેજમેન્ટ

પરીક્ષા વિભાગમાં યુનિયનની દાદાગીરી
પરીક્ષા વિભાગમાંથી પેપર ચોરીની ઘટના બાદ તત્કાલીન કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણે તેમાં સીસીટીવી કેમેરા ફિટ કરાવ્યા હતા. જે થોડા સમય પહેલા યુનિયને સીસીટીવી કેમેરાના વાયર કટ કરી નાખ્યા હતા. જે ચાલુ કરાવવા માટે કુલપતિ ડો.નીતિન પેથાણીએ તાકીદ કરી હોવા છતાં હજુ સુધી સીસીટીવી કેમેરા ચાલુ કરાવવામાં નિષ્ફળતા મળી છે. 

તમામ ભવનોનો ખુલાસો પૂછાશે
કોઇપણ ડિપાર્ટમેન્ટ  સીસીટીવી કેમેરા ફિટ કરાવવાની ના પાડી શકે નહીં. જે ભવનના વડાઓએ કેબલિંગનો ઇનકાર કર્યો હશે તેનો ખુલાસો પૂછવામાં આવશે. જ્યારે પરીક્ષા વિભાગમાં અમુક કેમેરા ચાલુ કરાવી દીધા છે.  - ડો.નીતિન પેથાણી, કુલપતિ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો