તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં નવરાત્રી દરમિયાન 12 વાગ્યા સુધી સાઉન્ડ વગાડવાની મંજૂરી, વરસાદને કારણે વેલકમ નવરાત્રીના આયોજનો રદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ ઇન્ચાર્જ પોલીસ કમિશનર સંદિપસિઁઘ - Divya Bhaskar
રાજકોટ ઇન્ચાર્જ પોલીસ કમિશનર સંદિપસિઁઘ
  • અર્વાચીન નવરાત્રી આયોજકોએ ગ્રાઉન્ડમાં સીસીટીવી લગાવવા ફરજીયાત

રાજકોટ: નવરાત્રીને લઇને રાજકોટ ઇન્ચાર્જ પોલીસ કમિશનર સંદિપસિંઘની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, નવરાત્રી દરમિયાન રાજકોટમાં પોલીસનો ચૂસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. રાત્રે 12 વાગ્યા સુધી જ સાઉન્ડ વગાડવાની મંજૂરી આપવામાં આવી છે. શહેરમાં નવરાત્રી દરમિયાન 669 પોલીસ કર્મચારીઓ ખડેપગે રહેશે. જેમાં 2 ડીસીપ, 4 એસીપી, 12 પીઆઇ અને 43 પીઆઇએસ ફરજ બજાવશે. રાજકોટમાં વરસાદને કારણે વેલકમ નવરાત્રીમાં ખલેલ પહોંચી છે. આજે સનરાઇઝ વેલકમ નવરાત્રીનું આયોજન રદ કરવામાં આવ્યું છે. જે દશેરા બાદ આયોજીત કરવામાં આવશે.

રાજકોટમાં 469 નાની અને 103 મોટી ગરબીઓ
અર્વાચીન નવરાત્રી આયોજકોએ ગ્રાઉન્ડમાં સીસીટીવી લગાવવા ફરજીયાત છે. 30 દિવસ સુધી સીસીટીવીનો ડેટા સાચવી રાખવો ફરજીયાત છે. ફાયર સેફ્ટી ના સાધનો અને એનઓસી મેળવવું ફરજીયાત છે. તેમજ પાર્કિંગની વ્યવસ્થા અવે સિક્યુરિટી રાખવી ફરજીયાત છે. શહેરમાં 28 કોમર્શિયલ, 103 પ્રાચીન અને 469 નાની ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ 17 વેલકમ નવરાત્રીનું પણ આયોજન છે.

અન્ય સમાચારો પણ છે...