રાજકોટ / પોલીસ હેડ ક્વાર્ટરમાંથી પોલીસ પુત્ર સંચાલિત જુગારધામ ઝડપાયું, 3 મહિલા સહિત 8 લોકો ઝડપાયા

પોલીસે ત્રણ મહિલા સહિત 8 લોકોની ધરપકડ કરી, સર્કલમાં પોલીસ પુત્ર રવિ
પોલીસે ત્રણ મહિલા સહિત 8 લોકોની ધરપકડ કરી, સર્કલમાં પોલીસ પુત્ર રવિ

  • પોલીસ હેડ ક્વાર્ટરમાં બહાર લોકોને બોલાવી જુગાર રમાડતો હતો

Divyabhaskar.com

Aug 14, 2019, 12:45 PM IST

રાજકોટ: રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટરમાંથી જુગારધામ ઝડપાયું છે. પોલીસમેનનો પુત્ર જ આ જુગારધામ ચલાવતો હતો. હેડ ક્વાર્ટરમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હતો. 3 મહિલા સહિત 8 લોકો જુગાર રમતા ઝડપાયા છે. પોલીસે 37 હજારનો મુદ્દામાલ કબ્જે કરી રવિ સહિત આઠ આરોપીની ધરપકડ કરી છે. પિતા ટીબીના દર્દી હોવાથી છેલ્લા ત્રણ માસથી રજા પર છે.

પ્રદ્યુમનગર પોલીસે ગુનો દાખલ કર્યો

રેસકોર્સ રિંગ રોડ પાસે આવેલા પોલીસ હેડ ક્વાર્ટરમાં 9માં માળે ક્વાર્ટર નં 904માં જુગાર રમાડવામાં આવતો હતો. પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના તાબા હેઠળ આવતું હતું. પોલીસે રવિ જગદીશભાઇ વાઘેલા, હિતેશ ભરતભાઇ ઢાકેચા, સુભાષ કાંતિભાઇ ઝાલા, શ્યામ ધનજીભાઇ પરમાર, ગટુ છગનલાલ મકવાણા, સમુજુ ઉર્ફે ભાનુબેન બાબુભાઇ ઝાલા, આરૂષી ઉર્ફે આરતી પ્રવીણભાઇ પંડ્યા અને કારૂબેન બાબુભાઇ મકવાણાની ધરપકડ કરી છે. જગદીશભાઇ પોલીસ છે. તેનો પુત્ર રવિ પોતાના ક્વાર્ટરમાં બહારથી સ્ત્રી-પુરૂષ બોલાવી ગંજીપાનાનો જુગાર રમાડતો. પ્રદ્યુમનનગર પોલીસે દરોડો પાડી 37200ની રોકડ, ગંજીપાનો કબ્જે કરી ત્રણ મહિલા અને પાંચ પૂરૂષ સામે ગુનો દાખલો કરી વધુ તપાસ હાથ ધરી છે.

X
પોલીસે ત્રણ મહિલા સહિત 8 લોકોની ધરપકડ કરી, સર્કલમાં પોલીસ પુત્ર રવિપોલીસે ત્રણ મહિલા સહિત 8 લોકોની ધરપકડ કરી, સર્કલમાં પોલીસ પુત્ર રવિ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી