રાજકોટ / ગઇકાલે જનરલ બોર્ડમાં થયેલા હોબાળા બાદ આજે કોંગ્રેસનાં ધરણાં, કોર્પોરેટરોએ રામધુન બોલાવી, પોલીસે ટીંગાટોળી કરી 25ની અટકાયત કરી

police arrest more then 10 congi leader in rajkot
police arrest more then 10 congi leader in rajkot
police arrest more then 10 congi leader in rajkot
police arrest more then 10 congi leader in rajkot

 • 10થી વધુ કોંગી કાર્યકરોની અટકાયત

Divyabhaskar.com

Aug 14, 2019, 06:15 PM IST

રાજકોટ:ગઈકાલે જનરલ બોર્ડમાં થયેલા હોબાળા બાદ આજે મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે કોંગ્રેસે ધરણાં કર્યા હતા. કોંગ્રેસના કોર્પોરેટરે ધરણાં કરી રામધુન બોલાવી હતી. ત્યારે પોલીસે આજે ફરીથી વિપક્ષ નેતા અને કોંગી કોર્પોરેટરની ટીંગાટોળી કરી 25ની અટકાયત કરી હતી. જો કે કોંગ્રેસનાં ધરણાંના પગલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન બહાર પોલીસે પહેલાથી જ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

વિપક્ષ નેતા અને કોંગી કોર્પોરેટરની અટકાયત કરાઈ
ગઈકાલે બોર્ડ શરૂ થતાં જ ગટરના પાણી મામલે કોંગ્રેસે દેકારો કરી હોબાળો કરતા મેયરે પોલીસ બોલાવી તેમને બહાર કાઢવા આદેશ કર્યો હતો. કોર્પોરેટરોને બહાર કાઢતા સમયે કોંગી આગેવાનો અને પોલીસ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. જેથી કોંગ્રેસનાં સભ્યોએ આજે મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ધરણાં કરી રામધૂન બોલાવી હતી. ત્યારે આજે ફરી ટીંગાટોળીનાં દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે વશરામ સાગઠીયા, ગાયત્રીબા વાધેલા, અશોક ડાંગર અને મહેશ રાજપુત સહિત 10થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.

X
police arrest more then 10 congi leader in rajkot
police arrest more then 10 congi leader in rajkot
police arrest more then 10 congi leader in rajkot
police arrest more then 10 congi leader in rajkot
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી