તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગરથી ઉત્તરવહીઓ લઇને નીકળેલી બસ કબ્જે, વીરપુર સ્વામિનારાયણ ગુરૂકુળમાં રખાઇ, 259 ઉત્તરવહીઓ ગુમ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બજરંગ ટ્રાવેલ્સ નામની બસ ઉત્તરવહીઓ લઇને જતી હતી, કબ્જે કરાઇ - Divya Bhaskar
બજરંગ ટ્રાવેલ્સ નામની બસ ઉત્તરવહીઓ લઇને જતી હતી, કબ્જે કરાઇ
  • બસની ડેકીનું ઓટોલોક ખુલી જતા ઉત્તરવહીઓ પડી ગયાનું ખુલ્યું
  • પોલીસમાં માત્ર જાણવા જોગ અરજી કરી જવાબદારોને છાવરવાનો હીન પ્રયાસ

ગોંડલ: ગાંધીનગરથી ધો.10ની વિજ્ઞાન અને ટેકનોલોજી તથા ગુજરાતી ભાષાની 1.60 લાખ ઉત્તરવહી લઇને બસ નીકળી હતી. બજરંગ ટ્રાવેલ્સ નામની બસ હતી. આ બસમાંથી વીરપુર અને ગોંડલ પાસે ઉત્તરવહીઓ પડી ગઇ હતી. આથી જીજે 02 ડબલ્યુ 1481 નંબરની બજરંગ ટ્રાવેલ્સની બસને કબ્જે કરવામાં આવી છે. બસને વીરપુર સ્વામિનારાયણ ગુરૂકુળમાં રાખવામાં આવી છે. હજુ 259 ઉત્તરવહીઓ ગુમ હોવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે.

માધ્યમિક પરીક્ષા બોર્ડના ઇન્ચાર્જ સચિવે વધુ તપાસ હાથ ધરી
ગાંધીનગરથી  ઉત્તરવહીઓ લઇને વીરપુર, ઉપલેટા અને કેશોદ મૂલ્યાંકન માટે નીકળી હતી.વીરપુર સ્વામિનારાયણ ગુરૂકુળમાં SSC બોર્ડના સચિવ બી.આર. ચૌધરી, રાજકોટ DEO ઉપાધ્યાય, જેતપુર ASP સહિતનો સ્ટાફ હાજર છે. મીડિયાને કવરેજ માટે પોલીસે પ્રતિબંધ ફરમાવ્યો છે. માધ્યમિક પરીક્ષા બોર્ડના ઇન્ચાર્જ સચિવે વધુ તપાસ હાથ ધરી છે. 

જવાબદારોને છાવરવાનો હીન પ્રયાસ 
રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું હતું કે, શિક્ષણ બોર્ડના સચિવે પોલીસમાં જાણવા જોગ ફરિયાદ કરી છે અને પ્રાથમિક તપાસમાં બન્ને ડ્રા‌ઇવરો અને તેમની સાથેના જવાબદારોએ એવું નિવેદન આપ્યું છે કે, લક્ઝરી બસની ડેકીનું ઓટોલોક ખૂલી જતા ઉત્તરવહીના પાર્સલ રસ્તા પર રઝળી પડ્યા હતા. શિક્ષણ બોર્ડના સત્તાધીશો પોલીસમાં માત્ર જાણવા જોગ અરજી કરી જવાબદારોને છાવરવાનો હીન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

(દેવાંગ ભોજાણી, ગોંડલ)

અન્ય સમાચારો પણ છે...