તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Placed Before The General Assembly Of The District Panchayat, A Motion For No confidence Was Planned.

જિલ્લા પંચાયતની સામાન્ય સભા સામે સ્ટે મૂકાયો, અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવાનું આયોજન હતું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ જિલ્લા પંચાયત - ફાઇલ તસવીર - Divya Bhaskar
રાજકોટ જિલ્લા પંચાયત - ફાઇલ તસવીર

રાજકોટઃ જિલ્લા પંચાયતમાં સામાન્ય સભા સામે સ્ટે મૂકવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આવતીકાલે ગુરુવારે આ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના ધ્રુપતબા જાડેજાઅને કોંગ્રેસ નારાજ સભ્ય ચંદુભાઈ શિંગાળાએ આ સભા સામે સ્ટે લીધો છે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય સભા માટે 15 દિવસમાં જ એજન્ડા મૂકવાનો હોય છે. જે મામલે ભાજપે ત્રણ મુદ્દા હાઇકોર્ટમાં મૂક્યા હતા. જેમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સામાન્ય સભા ન મળી શકે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. 

અવિશ્વાસની દરખાસ્ત મૂકવાનું આયોજન હતું
ભાજપે ત્રણ મુદ્દા હાઇકોર્ટમાં ઉઠાવ્યા હતા અને સ્ટે લીધો હતો. ઉલ્લેખનીય છે કે, ભાજપ આવતીકાલે સામાન્ય સભામાં નારાજ સભ્યોને સાથે રાખી પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકવાનું આયોજન હતું. દરખાસ્તમાં ભાજપે પોતાની સાથે 25 સભ્યો હોવાનો દાવો કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...