તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોએ ટેલિસ્કોપથી સૂર્યગ્રહણ નિહાળ્યું, વૈજ્ઞાનિક મિજાજ કેળવાઇ તે હેતુથી વિજ્ઞાન જાથા દ્વારા કાર્યક્રમ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: આજે સૂર્યગ્રહણને લઇને વિજ્ઞાન જાથા દ્વારા શહેરની ન્યુ પરિમલ સ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો હેતુ લોકોનો મિજાજ વૈજ્ઞાનિક કેળવાય તે હતો. લોકોએ ટેલિસ્કોપની મદદથી સૂર્યગ્રહણ નિહાળ્યું હતું. તેમજ વિજ્ઞાન જાથા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો કે અંધશ્રદ્ધાથી દૂર રહેવું, લોકો ખોરાક બહાર ફેંકે તેના કરતા ભૂખ્યાને આપે અને પાણીનો બગાડ ન કરવો.

સૂર્યગ્રહણ દરમિયાન સૌરાષ્ટ્રના મંદિરો બંધ રહ્યા
સૂર્યગ્રહણ દરમિયાન સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ તિર્થધામો દ્વારકા, સોમનાથ, ઘેલા સોમનાથ, ખોડલધામ સહિત વિવિધ મંદિરો બંધ રહ્યા હતા. સૂર્યગ્રહણ બાદ લોકોએ નિત્યક્રમ મુજબ પુજા-પાઠ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...