• Home
  • Lifestyle
  • Travel
  • Pakistan removed Ben for India in its airspace, IndiGo flight reached Delhi via this route

ઈદ મુબારક / પાકિસ્તાને તેના હવાઈ ક્ષેત્રમાં ભારત માટે લગાવેલો બેન હટાવ્યો, ઈન્ડિગોની ફ્લાઈટ આ રૂટથી દિલ્હી પહોંચી

Pakistan removed Ben for India in its airspace, IndiGo flight reached Delhi via this route
X
Pakistan removed Ben for India in its airspace, IndiGo flight reached Delhi via this route

  • પાકિસ્તાને રવિવારે પોતાના હવાઈક્ષેત્રમાં લગાવેલો પ્રતિબંધ હટાવી દીધો હતો
  • દિલ્હી એરપોર્ટ પર વિમાન સેન્ડ થયા બાદ પાકિસ્તાન સીએએનાં અધિકારીએ ઈન્ડિગોના અધિકારીને જાણ કરી હતી
  • પાકિસ્તાને અમદાવાદ નજીકનો ટેલેમ એન્ટ્રી પોઈન્ટ ખુલ્લો કરી દીધો હતો 

Divyabhaskar.com

Jun 05, 2019, 11:39 AM IST

ટ્રાવેલ ડેસ્ક. ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનમાં થયેલી એર સ્ટ્રાઈક પછી ભારતીય વિમાનોનાં પોતાના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશે પર પ્રતિબંધ લગાવ્યો હતો. આજે ઈદની ઊજવણી કરવામાં આવી રહી છે, જેને લઈ પાકિસ્તાને આખરે ભારત માટે હવાઈ ક્ષેત્રને ખુલ્લું મૂક્યું છે. મળતા અહેવાલો મુજબ સોમવારે રાત્રે દુબઈથી દિલ્હી આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ આ રસ્તેથી સલામત રીતે આવી પહોંચી હતી. પાકિસ્તાને રવિવારથી જ પ્રતિબંધ હટાવી અમદાવાદ નજીકનો ટેલેમ એન્ટ્રી પોઈન્ટ ખુલ્લો કરી દીધો હતો.

પાકિસ્તાનાં અધિકારીએ ફોન કરીને 'ઈદ મુબારક' કહ્યું

ઈન્ડિગોનું વિમાન દિલ્હી એરપોર્ટ પર પહોંચતાં જ ઈન્ડિગો ફ્લાઈટ ઓપરેશન સેન્ટર પર એક કોલ આવ્યો હતો. કોલ કરનાર વ્યક્તિ પાકિસ્તાન એવિએશન ઓથોરિટી (CAA)નાં નિર્દેશક હતા. તેમણે કોલ રિસિવ કરનાર ઈન્ડિગોનાં ડ્યૂટી ઓફિસરને કહ્યું કે, 'જનાબ, આપ હજી સુધી જાગી રહ્યા છો?' ઈન્ડિગોનાં વરિષ્ટ   અધિકારીએ કહ્યું કે, પાકિસ્તાને અમારા સીએએ અધિકારીને કહ્યું કે, 'હું ફ્લાઈટનું મોનિટરિંગ કરી રહ્યો છું. વિમાન સફળતાપૂર્વક લેન્ડ થઈ ચૂક્યું છે. ઈદ મુબારક'

ભારતીય વાયુસેનાએ 27 ફેબ્રુઆરીએ સમય પહેલાં બાલાકોટમાં આતંકીઓનાં રહેઠાણો પર હુલો કરી ફૂંકી માર્યા હતા. જેના પગલે પાકિસ્તાને તેની સીમામાંમ આવતા 11 એન્ટ્રી પોઈન્ટ બંધ કરી ભારતીય વિમાનોને ત્યાંથી પસાર થવા ઊપર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. ત્યારબાદ દિલ્હી સહિત દક્ષિણ એશિયાના અન્ય દેશો અને પશ્ચિમી દેશોમાં જતી ઈન્ડિયન ફ્લાઈટ મોટો ફેરાવો ફરીને જઈ રહી હતી.  

પહેલા લેન્ડ પોઈન્ટને રવિવારે ટેલેમમાં ખોલવામાં આવ્યો હતો, જેના થકી વિમાન પાકિસ્તાનના રસ્તે થઈને ભારત પહોંચ્યુ. આ માર્ગ ખૂલ્યાનાં 4 મિનિટ પછી સૌથી પહેલાં સાંજે 5.34 કલાકે દુબાઈના એતિહાદથી અબુધાબી-દિલ્હીની ફ્લાઈટ સફળતા પૂર્વક આ રસ્તે દિલ્હી આવી પહોંચી હતી. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી