• Gujarati News
  • National
  • Oppo's Mobile Blast Happened While A Person In Gondal Was Talking On The Phone, No Casualties.

ગોંડલમાં એક વ્યક્તિ ફોન પર વાત કરતા હતા ત્યારે જ ઓપ્પોનો મોબાઇલ બ્લાસ્ટ થયો, કોઇ જાનહાનિ નહીં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફોન પર વાત કરતા હતા ત્યારે અચાનક જ મોબાઇલ બ્લાસ્ટ થયો - Divya Bhaskar
ફોન પર વાત કરતા હતા ત્યારે અચાનક જ મોબાઇલ બ્લાસ્ટ થયો

ગોંડલઃ શહેરના ગુંદાળા રોડ પર જયરાજભાઇ સાવલિયા નામના વ્યક્તિનો મોબાઇલ બ્લાસ્ટ થવાની ઘટના બની છે. ઉલ્લેખનીય છે કે, જયરાજભાઈ જ્યારે વાત કરતા હતા ત્યારે જ તેમનો મોબાઇલ બ્લાસ્ટ થયો હતો. ઓપ્પો કંપનીના A5 મોડલના મોબાઇલમાં બ્લાસ્ટ થયો હતો. જયરાજભાઈ વાત કરતા હતા ત્યારે અચાનક જ મોબાઇલમાંથી ધુમાળા નીકળવા લાગ્યા હતા. ત્યારે જયરાજભાઈને ગરમ લાગતા તેમણે મોબાઇલ છોડી દીધો હતો અને મોબાઇલ છોડતા તરત જ તેમાં બ્લાસ્ટ થયો હતો. સદ્નસીબે જયરાજભાઈને આ દુર્ઘટનામાં કોઇ ઇજા થઈ નથી.